PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી

લોકસભા ચૂંટણીમાં ભલે એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવ્યા હોય પરંતુ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી પણ જોડાશે

PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસની અંદર ચાલી રહેલ નેતૃત્વ સંકટ વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં જોડાશે. આ નિર્ણય મહત્વનું છે કારણ કે ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે ઘણા તીખા હુમલાઓ જોવા મળ્યા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં પહોંચશે. કોંગ્રેસનાં આ નિર્ણયથી સ્પષ્ટ છે કે પાર્ટી વડાપ્રધાનનાં શપથ ગ્રહણથી અંતર જાળવીને કોઇ ખોટા સંદેશ આપવા નથી માંગતા. 

જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 સીટો જીતીને પોતાનાં દમ પર બહુમતી પ્રાપ્ત કરી લીધી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ઘણુ નિરાશાજનક રહ્યું છે. તેને માત્ર 52 સીટો જ મળી હતી. એક તરફ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ સમારોહમાં  સમાવિષ્ટ થવાની મનાઇ કરી દીધી તો તેઓ કોંગ્રેસ પાર્ટીનાં ટોપનાં નેતાઓ સુધી પહોંચવાનો મહત્વનો સંકેત છે. 

PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ
પોંડીચેરીના મુખ્યમંત્રી નારાયણસામી પણ આ સમારોહમાં પહોંચશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ શાસિત રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબના મુખ્યમંત્રી પણ મોદીના શપથ ગ્રહણમાં દેખાઇ શકે છે. જો કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને શુભકામના આપવા માંગે છે તેઓ પહેલાથી નિશ્ચિત પ્રતિબદ્ધતાઓનાં કારણે શપથ ગ્રહણ સમારોહમાં નહી જોડાઇ શકે. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ એક બીજા પર ભારે નિશાનાઓ સાધ્યા હતા. એવામાં તે જોવું રસપ્રદ હશે કે ગુરૂવારે બંન્ને નેતાઓ વચ્ચે મુલાકાતની કેવી તસ્વીર સામે આવે છે. 

ઓરિસ્સા સરકારે બહાર પાડી મંત્રીઓની યાદી, જાણો કોને કયો વિભાગ મળ્યો
કોંગ્રેસમાં રાહુલને મનાવવાના પ્રયાસો ચાલુ
ચૂંટણી પરિણામો આવ્યા બાદથી જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની પોતાની જીદ્દ પર યથાવત્ત છે. બુધવારે પણ દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે તેમની સાથે મુલાકાત કરીને રાજીનામું આપવાની સલાહ આપી. દિલ્હી કોંગ્રેસના સેંકડો કાર્યકર્તા રાહુલ ગાંધીના આવાસ  બહાર એકત્ર થયા અને તેમને પાર્ટીનાં ટોપનાં પદ પરથી હટવાનાં પ્રસ્તાવને પરત લેવાની અપીલ કરી. 
હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
તુગલક લેનમાં રાહુલનાં આવાસની બહાર જોડાયેલા લોકોએ રાહુલ રાજીનામું પરત લેનાં નારાઓ લગાવ્યા. અહીં દિલ્હીના ત્રણ વખતના મુખ્યમંત્રી રહ્યા અને દિલ્હી કોંગ્રેસ એકમના અધ્યક્ષ શીલા દીક્ષિત, દિલ્હીના પૂર્વ મંત્રી હારુન યુસૂફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી જગદીશ ટાઇટલર અને બોક્સર વિજેન્દર સિંહ હાજર હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news