30 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ હોવાનો કોંગ્રેસનો દાવો: ભાજપે કહ્યું તમારૂ કૌભાંડ

ગોટાળા મુદ્દે કૌભાંડી પાસેથી નાણા વસુલીનાં ઉપાય વિચારવાનાં બદલે બંન્ને પક્ષોએ એક બીજા પર કિચ્ચડ ઉછાળી રાજનીતિ ચાલુ કરી દીધી

Updated By: Feb 16, 2018, 08:40 PM IST
30 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ હોવાનો કોંગ્રેસનો દાવો: ભાજપે કહ્યું તમારૂ કૌભાંડ

નવી દિલ્હી : PNB ગોટાળા મુદ્દે કોંગ્રેસે શુક્રવારે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. પ્રવક્તા રણદીપ સુરજેવાલે નીરવ મોદી અને મેહુલ ચોકસીને આપેલા LoUથી 11,400 કરોડનું નુકસાન નથી થયુ પરંતુ આ સમગ્ર કૌભાંડ 30 હજાર કરોડ રૂપિયાનું હોવાનો દાવો કર્યો હતો. સુરજેવાલે સરકાર આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન કાર્યાલય, ઇડી, ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફીસ, કોર્પોરેટ ઓફીસ, મિનિસ્ટ્રી સહિત તમામ ઓથોરિટી પાસે મે, 2015થી જ આ તમામ અંગે માહિતી હતી. તેમ છતા પણ જાન્યુઆરી 2017 સુધી ગોટાળાઓ કરનારા વિરુદ્ધ કોઇ જ પગલા લેવામાં આવ્યા નહી. 
જો કે કોંગ્રેસને વળતો જવાબ આપતા ભાજપનાં મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ કૌભાંડ UPA સરકાર સમયનું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, આ બેંકોનાં કૌભાંડ છે સરકારનાં નહી. જો કે આ અંગે અલ્હાબાદ બેંકનાં ડાયરેક્ટર દ્વારા નવો જ દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ગીતાંજલી જેમ્સને લોન આપવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસનાં દાવાઓ વચ્ચે ભાજપે વળતો હૂમલ કર્યો હતો. 

કોંગ્રેસ પર ભાજપનો વળતો પ્રહાર
- કોંગ્રેસનાં દાવાઓ પર વળતો હૂમલો કરતા ભાજપે કહ્યું કે, યુપીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન થયેલ વધારે એક કૌભાંડ બહાર આવ્યું છે. 
- HRD મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ કૌભાંડ 2011થી ચાલી રહ્યું છે. અમારી સરકારની સજાગતાનાં કારણે તો કૌભાંડ બહાર આવ્યું
- પ્રકાશ જાવડેકરે જો કે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ કૌભાંડ બેંકનું છે સરકારનું નથી. 
- બેંકનાં કૌભાંડ અને સરકારનાં કૌભાંડમાં ફરક હોય છે. 
- બેંક દ્વારા ખોટી રીતે નાણા ફાળવવામાં આવ્યા બાબત સામે આવ્યા બાદ સરકાર યોગ્ય કાર્યવાહી કરી જ રહી છે. 

કોંગ્રેસ દ્વારા ભાજપ નીત સરકાર પર આકરા પ્રહારો
- 11400 કરોડ રૂપિયાનું કૌભાંડ નહી પરંતુ આ ઘણુ મોટુ કૌભાંડ હોવાનો સુરજેવાલનો દાવો.
- બેંક દ્વારા અન્ય 4 કંપનીને પણ લોન અપાઇ હોવાનું સ્વિકારાયું છે, આ લોન 9906 કરોડ રૂપિયાની હોવાનું સામે આવ્યું છે
- PNBનાં 57 ટકા શેર્સની માલિકી ભારત સરકાર પાસે છે.
- PNBનાં 7 હજાર કરોડ રૂપિયાનાં શેરની વેલ્યુ ખતમ થઇ ચુકી છે. 
- નીરવ મોદી સાથે જોડાયેલી અન્ય 3 કંપનીઓનું પણ કૌભાંડ ઘણુ મોટુ છે જો કે તેની માહિતી આપવાની સરકાર અને બેંક મનાઇ કરી રહી છે.