રાહુલ ગાંધીએ કહ્યું કે, મજુરોને ભોજન અને ખેડૂતોને મદદ નહી મળે તો દેશ આર્થિક પાયમાલ થશે

કોરોના સંકટના કારણે પેદા થયેલી સ્થિતીમાં સરકારને ઘેરવા માટે સમગ્ર વિપક્ષ એકત્ર થઇ રહ્યો છે. દેશમાં હાલની સ્થિતી જોતા કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સમાન વિચારધારાનાં નેતાઓ એકત્ર થયા હતા. શરૂઆતમાં ચક્રવાતી તોફાન અમ્ફાનમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. ત્યાર બાદ સોનિયા ગાંધીએ મીટિંગની શરૂઆત કરી. 
રાહુલ ગાંધીએ કહ્યું કે, મજુરોને ભોજન અને ખેડૂતોને મદદ નહી મળે તો દેશ આર્થિક પાયમાલ થશે

નવી દિલ્હી : કોરોના સંકટના કારણે પેદા થયેલી સ્થિતીમાં સરકારને ઘેરવા માટે સમગ્ર વિપક્ષ એકત્ર થઇ રહ્યો છે. દેશમાં હાલની સ્થિતી જોતા કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સમાન વિચારધારાનાં નેતાઓ એકત્ર થયા હતા. શરૂઆતમાં ચક્રવાતી તોફાન અમ્ફાનમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. ત્યાર બાદ સોનિયા ગાંધીએ મીટિંગની શરૂઆત કરી. 

બેઠકમાં અમ્ફાનને આપદા જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી. વિપક્ષે ક્હ્યું કે, હાલ રાહત અને પુનર્વસન સરકારની પ્રાથમિકતા હોવી જોઇએ. સાથે સાથે અન્ય બિમારીઓની આશંકાને પણ નજર અંદાજ ન કરવામાં આવે તે જરૂરી છે. ત્યાર બાદ વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને નાગરિકો, દેશવાસીઓને તત્કાલ સહાય આપવા માટેની માંગ પણ કરી.

રાહુલ ગાંધીએ પણ નેતાઓને સંબોધિત કર્યા. ગાંધીએ કહ્યુ કે, લોકડાઉનનાં બે લક્ષ્ય છે. બિમારી અટકાવવી અને બિમારી સામે લડવાની તૈયારી કરવી. જો કે આજે સંક્રમણ વધી રહ્યું છે અને તેમ છતા આપણે લોકડાઉન ખોલી રહ્યા છીએ. જેનો અર્થ છે કે વગર વિચાર્યે કરવામાં આવેલા લોકડાઉનનું કોઇ જ પરિણામ આવ્યું નથી. 

રાહુલે કહ્યું કે, લોકડાઉનનાં કારણે કરોડો લોકોને ખુબ જ નુકસાન થયુ છે. જો આજે તેમની મદદ નહી કરામાં આવે તેમના ખાતામાં 7500 રૂપિયા નહી નાખવામાં આવે અને ભોજનની વ્યવસ્થા નહી કરવામાં આવે તો સ્થિતી વિસ્ફોટક થશે. પ્રવાસી મજુરો, ખેડૂતો અને નાના ઉદ્યોગોની મદદ નહી કરવામાં આવે તો દેશ આર્થિક રીતે પાયમાલ થઇ જશે.

મીટિંગમાં મમતા બેનર્જી જોડાયા
બેઠકમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોડાયા. બંન્ને મુખ્યમંત્રીઓ પોતાની વાત કહ્યા બાદ તુરંત જ નિકળી ગયા હતા. ઉદ્ધવ અને મમતા બેનર્જીને અન્ય બેઠકોમાં પણ જોડાવાનું હતું. 

બેઠકમાં કોણ રહ્યું હાજર
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોનિયા ગાંધીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આજેડી તરફથી રાજદના રાજ્યસભા સાંસદ મનોજ ઝા, આરએલએશપીનાં અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાકપાનાં કે.ડી રાજા, શરદ યાદવ, રાજદનાં તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સ તરફથી ઉમર અબ્દુલ્લા, બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, એન.કે પ્રેમચંદન, જયંત સિંહ, બદરુદ્દીન અઝમલ, એનસીપી નેતા પ્રફુલ પટેલ, શરદ પવાર, શિવસેનાના સંજય રાઉત સહિત અનેક નેતાઓ જોડાયા. જો કે સપા બસપા અને આપ જેવી મોટી પાર્ટીઓએ આ બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news