દિલ્હી - NCR સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકા, હરિયાણાનું રોહતક હતુ કેન્દ્ર

દિલ્હી-એનસીઆર સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકાઓ અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપનો આ ઝટકો 4.6 ડિગ્રીનો નોંધાયો હતો. ધરતીકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં હોવાનું સામે આવ્યું છે. જે રાષ્ટ્રીય રાજધાનીથી માત્ર 65 કિલોમીટર દુર છે. મળતી માહિતી અનુસાર ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી  માત્ર 3.3 કિલોમીટર ઉંડુ હતું. ધરતીકપના આ ઝટકા હરિયાણા અને પંજાબમાં પણ અનુભવાયા હતા. 

દિલ્હી - NCR સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકા, હરિયાણાનું રોહતક હતુ કેન્દ્ર

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકાઓ અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપનો આ ઝટકો 4.6 ડિગ્રીનો નોંધાયો હતો. ધરતીકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં હોવાનું સામે આવ્યું છે. જે રાષ્ટ્રીય રાજધાનીથી માત્ર 65 કિલોમીટર દુર છે. મળતી માહિતી અનુસાર ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી  માત્ર 3.3 કિલોમીટર ઉંડુ હતું. ધરતીકપના આ ઝટકા હરિયાણા અને પંજાબમાં પણ અનુભવાયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન જાહેર થયા બાદ સતત અનેક વખત ધરતીકંપ આવી ચુક્યા છે. ગત્ત વખતે જે ધરતીકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર દિલ્હીમાં જ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ દેશ માટે ખુબ જ ખરાબ રહ્યું છે. કોરોના સંકટ બાદ તોફાનોના સંકટ બાદ હવે ધરતીકંપના ઝટકા પણ અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે આવતા રહે છે. 

જ્યારથી લોકડાઉન થયું ત્યારથી દિલ્હીમાં આ 7 મો ધરતીકંપનો આંચકો છે. જો કે હાલ સવાલ એ પણ છે કે દિલ્હીમાં વારંવાર ધરતીકંપ શા માટે આવી રહ્યા છે. આ ધરતીકંપનું કેન્દ્ર 65 કિલોમીટર દુર હરિયાણાના રોહતકમાં હતું. ત્યાં ધરતીકંપનું કેન્દ્ર જમીનની નીચે 3.3 કિલોમીટર હતું. આ મધ્યમ તીવ્રતાનો ધરતીકંપ હતો જેથી નબળી ઇમારતોને નુકસાનની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જો 5 થી વધારે રિક્ટર સ્કેલનો ધરતીકંપ હોત તો નુકસાનનો આંકડો વધારે હોત.જો કે લોકડાઉન દરમિયાન અનુભવાયેલા ધરતીકંપ પૈકી સૌથી શક્તિશાળી હતો. 

કાલે પણ હળવો ઝટકો અનુભવાયો હતો
આજનો ઝટકોતેજ હતો. તો લોકોને તેની ખબર પડી. પરંતુ કાલે એટલે કે 28 મેના દિવસે દિલ્હીમાં ધરતીકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 2.5 હતી. એટલા માટે લોકોને તે અનુભવાયો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news