Maharashtra માટે રાહતના સમાચાર, 5 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કુલ 60,226 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા  44,07,818 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, 572માંથી 310 મોત છેલ્લા 48 કલાકમાં થયા છે. 

Maharashtra માટે રાહતના સમાચાર, 5 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના 48,401 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,01,737 થઈ ગઈ છે. તો વધુ 572 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક વધીને 75,849 થી ગઈ છે. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ 19ના 48,401 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આ વર્ષે 5 એપ્રિલ બાદ પ્રથમવાર એવું થયું છે જ્યારે એક દિવસમાં 50 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. પાંચ એપ્રિલે રાજ્યમાં  47,288 નવા કેસ સામે આવ્યા હતા. 

વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં કુલ 60,226 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા  44,07,818 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, 572માંથી 310 મોત છેલ્લા 48 કલાકમાં થયા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 86.4 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.49 ટકા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા  6,15,783 છે. રાજ્યમાં  2,47,466 નવા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,38,797 સેમ્પલો ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

Active cases: 6,15,783
Total discharges: 44,07,818
Death toll: 75,849 pic.twitter.com/GhZshuOvMp

— ANI (@ANI) May 9, 2021

સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, મુંબઈમાં દિવસ દરમિયાન 2395 નવા કેસ સામે આવ્યા અને 68 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે મુંબઈમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને  6,75,630 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 13781 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં  36,96,896 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે  26,939 દર્દીઓ સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં છે. 

7.2 લાખ ઓટો રિક્ષા ચાલકોને રાહત
તો મહારાષ્ટ્રમાં 7.20 લાખ ઓટો રિક્ષા ચાલકોને કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન એકવાર 1500 રૂપિયાની સહાય કરવા માટે 108 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, રવિવારે આ બાબતે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, ચાલકોએ રાહત પેકેજમાટે પરમિટ, બેજ, ગાડી અને આધાર કાર્ડની માહિતી અપલોડ કરવી પડશે ત્યારબાદ રકમ સીધી તેના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news