Maharashtra: કોરોનાનું સંકટ ઝડપથી વધ્યું, 24 કલાકમાં 8,000 થી વધુ કેસ નોંધાયા

મંગળવારના દિવસે મહારાષ્ટ્ર(Maharashtra) માં 6,218 કેસ નોંધાયા હતા અને 51 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર(Maharashtra) માં બુધવારના દિવસે ગત 18 ઓક્ટોબર બાદ સૌથી વધુ કેસ નોંધાયા હતા. 18 ઓક્ટોબરના દિવસે મહારાષ્ટ્ર(Maharashtra) માં 9060 કોરોનાના કેસ મળી આવ્યા હતા. 

Maharashtra: કોરોનાનું સંકટ ઝડપથી વધ્યું, 24 કલાકમાં 8,000 થી વધુ કેસ નોંધાયા

મુંબઇ: દેશભરમાં કોરોના વેક્સીન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોનાના કેસ અટકવાનું નામ લઇ રહ્યા નથી. બુધવારે દિવસે એકવાર ફરી કોરોના (CoronaVirus) કેસમાં વધારો જોવા મળી. ગત 24 કલાકમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં 8,807 નવા કોરોના કેસ મળી આવ્યા છે. સાથે જ કોરોના કારણે 80 મોત થયા છે.

આ પહેલાં મંગળવારના દિવસે મહારાષ્ટ્ર(Maharashtra) માં 6,218 કેસ નોંધાયા હતા અને 51 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર(Maharashtra) માં બુધવારના દિવસે ગત 18 ઓક્ટોબર બાદ સૌથી વધુ કેસ નોંધાયા હતા. 18 ઓક્ટોબરના દિવસે મહારાષ્ટ્ર(Maharashtra) માં 9060 કોરોનાના કેસ મળી આવ્યા હતા. 

મહારાષ્ટ્ર(Maharashtra) માં ગત સાત દિવસોમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 24 ફેબ્રુઆરીના રોજ  8807 (80 મોત), 23 ફેબ્રુઆરી-  (51 મોત), 22 ફેબ્રુઆરી 5210 (18 મોત), 21 ફેબ્રુઆરી- 6971 (35), 20 ફેબ્રુઆરી- 6281 (40 મોત), 19 ફેબ્રુઆરી- 6112 (44 મોત), 18 ફેબ્રુઆરી- 5427 (38) કેસ સામે આવ્યા છે. 

મહારાષ્ટ્ર(Maharashtra) ની રાજધાની મુંબઇ (Mumbai) માં પણ 119 દિવસ બાદ 1 હજારથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે. મુંબઇ (Mumbai) માં બુધવારના દિવસે 1167 નવા કોરોના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના કારણે મુંબઇમાં ચાર લોકોના મોત થયા છે. મુંબઇમાં 23 ફેબ્રુઆરીના દિવસે 643 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. આ પહેલાં 22 ફેબ્રુઆરીના દિવસે 760, 21 ફેબ્રુઆરીના દિવસે 921 કેસ અને 20 ફેબ્રુઆરીના રોજ 897 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. 

આ ઉપરાંત મુંબઇ (Mumbai) સ્થિત એશિયાની સૌથી મોટી સ્લમ ધારાવીમાં પણ બુધવારના દિવસે બે અંકોમાં નવા કોરોના કેસ નોંધાયા છે. એક લાંબા સમય પછી ધારાવીમાં ફરીથી બે આંકડામાં કોરોનાના કેસ સામે આવ્યા છે. બુધવારના દિવસે ધારાવીમાં દસ કોરોના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધારાવીમાં કુલ કોરોનાના કેસ 4041 પહોંચી ચૂક્યા છે, જેમાંથી 33 હજુ પણ સક્રિય છે.

આ પહેલાં 17 જાન્યુઆરીના દિવસે જ ધારાવીમાં દસ કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ ધારાવીમાં કોરોના કેસ બે અંકમાં પહોંચ્યા નથી, એવું પણ થયું કે ધારાવીમાં કોઇ કોરોનાના કેસ મળી આવ્યા હતા. આ પહેલાં ધારાવીમાં કોરોનાનાકેસ ઝીરોથી પાંચ વચ્ચે હતા. પરંતુ બુધવારના દિવસે એકસાથે દસ કોરોનાના કેસ સામે આવતાં ધારાવીમાં કોરોનાનું સંકટ બની ગયું છે. 

કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લક્ષિત કોવિડ પ્રતિભાવ અને વ્યવસ્થાપન માટેના જાહેર આરોગ્યના પગલાંમાં સહકાર આપવા માટે અને મહામારીની સ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આ ટીમો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન સાથે નીકટતાથી કામ કરશે અને તાજેતરમાં અહીં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં ઝડપથી નોંધાયેલી વૃદ્ધિના કારણોની તપાસ કરશે.

તેઓ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તેમજ સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી વિવિધ પગલાંઓ લેવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત આરોગ્ય સત્તામંડળો સાથે પણ સંકલન  કરશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ઉભરતી પરિસ્થિતિની કટોકટીપૂર્ણ સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મળેલી સફળતા નિષ્ફળ ના જાય.

કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પત્ર લખવામાં આવ્યો છે જ્યાં તાજેતરમાં કોવિડના પોઝિટીવ કેસોમાં દૈનિક ધોરણે નોંધપાત્ર વધારો થયો છે તેમજ RT-PCR પરીક્ષણોના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે તેમજ કેટલાક જિલ્લામાં પોઝિટીવિટીમાં વૃદ્ધિ નોંધાઇ છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે લખેલા પત્રમાં તેમણે, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને સંક્રમણની સાંકળ તોડવા માટે સઘન પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમજ RT-PCR પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપી છે જેથી મોટા વસ્તી સમુદાયમાંથી ન શોધી શકાયેલા કેસોને ઝડપથી ઓળખી શકાય.

આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશને અસરગ્રસ્ત જિલ્લાઓમાં RT-PCR અને રેપિડ એન્ટિજેન પરીક્ષણોના યોગ્ય પ્રમાણમાં વિભાજન સાથે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ કરવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષણો ધરાવતા હોય તેવા તમામ નેગેટિવ એન્ટિજેન પરીક્ષણોનું RT-PCR દ્વારા ફરજિયાતપણે પરીક્ષણ કરવાનું પણ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે. પોઝિટીવ આવ્યા હોય તેવા લોકોને અવશ્યપણે તાત્કાલિક ધોરણે આઇસોલેશન/હોસ્પિટલમાં મોકલવા તેમજ તેમના નજીકનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરીને સહેજ પણ વિલંબ કર્યા વગર તેમનું પરીક્ષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news