કોરોનિલ ટેબલેટ પર લાગેલો કોરોનાનો ફોટો હટાવે પતંજલિઃ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ


બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગની નોટિસનો જવાબ આપતા કોરોનાની સારવારના દાવાનો ઇનકાર કર્યો છે. પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું છે- કોરોના કિટ નમથી કોઈ કિટ અમે પેક કરી નથી. 

કોરોનિલ ટેબલેટ પર લાગેલો કોરોનાનો ફોટો હટાવે પતંજલિઃ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ

દેહરાદૂનઃ કોરોનિલ દવા પર પતંજલિએ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગને નોટિસનો જવાબ આપતા કોરોનાની સારવારના દાવાથી ઇનકાર કર્યો છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ અધિકારી વાઇ.એસ. રાવતે જણાવ્યુ કે, પતંજજલિએ નોટિસના જવાબમાં લખ્યું કે- કોરોના કિટ નામથી કોઈ કિટ અમે પેક કરી નથી. અમે માત્ર દિવ્ય કોરોનિલ ટેબલેટ, દિવ્ય અણુ તેલ અને શ્વાસારી વટીને પેક કરી છે. તેને કોરોના કિટ નામથી પેક કરવામાં આવી નથી, તેથી મંજૂરીની જરૂર નથી. 

વાઈ.એસ. રાવતે જણાવ્યુ કે, અમને લાગે છે કે તેણે (પતંજલિ) કોરોનિલની ટેબલેટ પર કોરોનાનું ચિત્ર લગાવ્યું છે, તેનાથી તે ઇનકાર કરી રહ્યાં છે. અમે તેને ચિત્ર હટાવવા માટે આદેશ આપીશું. મહત્વનું છે કે ઉત્તરાખંડ આયુષ વિભાગ પાસેથી મળેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે, તેણે કોરોનાની કોઈ દવા બનાવી નથી. હાલમાં યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં કોરોનિલનું લોન્ચિંગ થયું હતું. 

— ANI (@ANI) June 30, 2020

આચાર્ય બાલકૃષ્ણનું નિવેદન
બીજીતરફ કોરોનિલ દવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આચાર્ય બાલકૃષ્ણ, સીઈઓ પતંજલિનું નવુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં પ્લાનિંગની સાથે ભ્રમ અને ષડયંત્ર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પતંજલિએ કોરોનિલની દવાઓનું ક્લીનિકલ કંટ્રોલ ટ્રાયલનું પરિણામ જાહેર કર્યું હતું. કહ્યુ કે, અમે ક્યારેય દવા (કોરોનિલ)થી કોરોના સાજો થવા કે કંટ્રોલ કરવાનો દાવો કર્યો નથી. અમે કહ્યું હતું કે, અમે એક એવી દવા બનાવી છે, જેનાથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમાં કોઈ ભ્રમ નથી. 

— ANI (@ANI) June 30, 2020

પતંજલિએ આપ્યો નોટિસનો જવાબ
મહત્વનું છે કે આ પહેલા ઉત્તરાખંડ આયુષ વિભાગને મોકલવામાં આવેલા નોટિસના જવાબમાં તેમણે ક્યારેય કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો નથી. પરંતુ તેમણે એક એવી દવા બનાવી છે, જેનાથી કોરોનાના દર્દીઓ સાજા થયા છે. પતંજલિ આયુર્વેદના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણનું કહેવુ છે કે, સરકારની ગાઇડલાઇન અનુસાર મંજૂરી લઈને દવા બનાવવામાં આવી છે, તેનાથી કોરોનાના દર્દીઓ સાજા થયા છે. આયુષ વિભાગ તરફથી મળેલી નોટિસનો જવાબ આપી દેવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news