ટ્રેનમાં સફર કરવા માટે Corona Negative Report જરૂરી? ભારતીય રેલવેએ આપ્યો દરેક સવાલનો જવાબ
કોરોના લૉકડાઉન (Corona Lockdown) ની આશંકા વચ્ચે પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે. તેવામાં સૌથી મોટો સવાલ છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ (Corona Negative Report) ની જરૂર છે. રેલવેએ તેનો જવાબ આપ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉન (Corona Lockdown) ની આશંકા વચ્ચે પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે. તેવામાં સૌથી મોટો સવાલ છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ (Corona Negative Report) ની જરૂર છે. તો અમે તમને જણાવી દઈએ કે તેનો જવાબ ના છે.
કેટલાક રાજ્યોમાં એન્ટ્રી પર નેગેટિવ રિપોર્ટ જરૂરી
રેલવે (Indian Railways) એ સ્પષ્ટ કર્યું કે કોરોનાના વધતા કેસની અસર હાલ રેલવે સેવાઓ પર પડશે નહીં. અત્યારે ટ્રેનથી યાત્રા કરનાર માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નથી. પરંતુ કેટલાક રાજ્યોમાં એન્ટ્રી માટે કોવિડ નેગેટિવ રિપોર્ટની જરૂર પડે છે. પરંતુ ટ્રેનમાં ચઢવા અને સફર કરવા માટે કોવિડ રિપોર્ટની જરૂર નથી.
આ પણ વાંચોઃ Breaking News: કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો
ટ્રેન બંધ કરવાનો કોઈ પ્લાન નથી
ન્યૂઝ એજન્સી PTI પ્રમાણે રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ સુનીત શર્માએ કહ્યુ, 'હાલ રેલવે સર્વિસ બંધ કરવા કે ટ્રેનોની સંખ્યા ઘટાડવાનો કોઈ પ્લાન નથી. જે લોકો ટ્રેનમાં યાત્રા કરવા ઈચ્છે છે તે કરી શકે છે. તેને ટ્રેન મળવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. પ્રવાસી મજૂરોના પલાયનને કારણે જો ટ્રેનમાં ટ્રાફિક વધે છે તો તત્કાલ ટ્રેનની સંખ્યા વધારી દેવામાં આવશે. ઉનાળામાં ભીડ વધવાને જોતા અમે નવી ટ્રેનો પહેલા શરૂ કરી ચુક્યા છીએ. લોકોએ ડરવાની જરૂર નથી.'
દેશભરમાં શરૂ થઈ 196 પેસેન્જર ટ્રેનો
શર્માએ જણાવ્યુ કે, જે જગ્યાએ ટ્રેનમાં સફર કવા માટે વેઇટિંગ લિસ્ટ 120 ટકાની આસપાસ હશે ત્યાં ભીડ ઓછી કરવા વધુ ટ્રેન ચલાવવામાં આવશે. છેલ્લા 10 દિવસમાં અમે મેલ એક્સપ્રેસ ટ્રેનોની 94 જોડી વધારાની ચલાવી છે. જ્યારે દેશમાં વધુ 196 પેસેન્જર ટ્રેન શરૂ થઈ ગઈ છે. માત્ર ગોરખપુર, પટના, દરભંગા, વારાણસી, ગુવાહાટી, બરૌની, પ્રયાગરાજ, બોકારો, લખનઉ અને રાંચી માટે વધુ ટ્રેનની માંગ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube