નવી દિલ્હી: ઓમિક્રોન ધમકી વચ્ચે WHO એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાની લડાઈમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે Covovax  રસી વધુ અસરકારક અને સલામત છે. બાળકો માટે કોરોનાની રસી માટેનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શુક્રવારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII), Covovax માં બનેલી રસીને બાળકો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ વિશ્વની નવમી રસી છે, જેને WHO દ્વારા કોરોના વાયરસ સામે મંજૂર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષ સુધીના બાળકો માટે સક્ષમ
આ રસીના ઉત્પાદન માટે સીરમ ઈન્સિ્ટ્યૂટએ Novavax, WHO અને Gavi સાથે જોડાણ કર્યું છે. પૂનાવાલાએ આ અઠવાડિયે કહ્યું હતું કે SII આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના રસી Covovax લોન્ચ કરવા જઈ રહી છે. તેમણે દાવો કર્યો કે કોવોવેક્સન રસી 3 વર્ષ સુધીના બાળકોને કોરોનાથી બચાવવામાં સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે.


WHO એ Covovax રસી માટે ઈમરજન્સી ઉપયોગને મંજૂરી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સીરમે Novavax કંપની સાથે મળીને કોવોવેક્સ વેક્સીન તૈયાર કરી છે. અત્યાર સુધી જેટલા પણ ટ્રાયલ થયા છે તેમાં આ રસી ઘણી અસરકારક સાબિત થઈ છે. આ કારણોસર WHO એ ઇમરજન્સી ઉપયોગ માટે 9મી રસી મંજૂર કરી છે. WHOનું કહેવું છે કે ઓછી આવક ધરાવતા દેશોને આ રસીઓથી ઘણો ફાયદો થશે અને ત્યાં ટુંક સમયમાં ઝડપી રસીકરણ થશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube