ભારતને ટૂંક સમયમાં મળવાની છે કોરોના વેક્સિન? PM મોદીએ કરી સમીક્ષા બેઠક

કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યું છે. સાવચેતી તરીકે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વક્સિન ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે

ભારતને ટૂંક સમયમાં મળવાની છે કોરોના વેક્સિન? PM મોદીએ કરી સમીક્ષા બેઠક

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યું છે. સાવચેતી તરીકે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વક્સિન ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વક્સિન સંબંધિત સમીક્ષા બેઠક યોજી હતી. પીએમએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ભારતની રસીકરણ નીતિ અને કેવી રીતે આગળ વધવું તેની સમીક્ષા કરવા માટે અમારી બેઠક મળી હતી. બેઠકમાં વેક્સિન નિર્માણ, રેગ્યુલેટરી અપ્રૂવલ અને ખરીદીથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

— Narendra Modi (@narendramodi) November 20, 2020

પીએમએ એક બીજા ટ્વીટમાં લખ્યું, 'બેઠકમાં રસીકરણ માટે જનસંખ્યા જૂથોની પ્રાથમિકતા, એચસીડબ્લ્યુ સુધી પહોંચવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિન રોલ આઉટ માટે કયા ટેક્નિકલ પ્લેટફોર્મ્સની મદદ લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવી છે.'

પ્રધાનમંત્રીના ટ્વીટ્સ પરથી સમજી શકાય છે કે સરકાર વહેલી તકે દેશવાસીઓને કોરોના વેક્સિન આપવા જઇ રહી છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

— Narendra Modi (@narendramodi) November 20, 2020

અનિલ વિજને આપ્યો કોવેક્સિન ડોઝ
હરિયાણા (Haryana)ના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ (Health Minister Anil Vij)ને શુક્રવારે સ્વદેશી રીતે વિકસિત સંભવિત વેક્સિન કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ આપવામાં આવ્યો હતી. તે રાજ્યના પ્રથમ વ્યક્તિ છે જે વેક્સિનના પરીક્ષણના ત્રીજા તબક્કા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. શુક્રવારે રાજ્યમાં ભારત બાયોટેકના કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ રાજ્યમાં શૂકર્વારથી શરૂ થશે. જેમાં ભાજપના 67 વર્ષીય નેતાને અંબાલા કેન્ટને સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ ડોઝ અપાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news