દિલ્હી: કોરોના દર્દીના સંપર્કમાં આવેલા RML હોસ્પિટલના 6 ડૉક્ટર અને 4 નર્સને quarantine કરાયા

કોરોના સામેની જંગમાં ડૉક્ટરો અને નર્સો સીધી લડાઈ લડી રહ્યાં છે. જીવ જોખમમાં મૂકીને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીના સંપર્કમાં આવ્યાં બાદ ડૉક્ટર, નર્સ અને કેટલાક દર્દીઓને ક્વોરન્ટીન કરાયા છે. 

દિલ્હી: કોરોના દર્દીના સંપર્કમાં આવેલા RML હોસ્પિટલના 6 ડૉક્ટર અને 4 નર્સને quarantine કરાયા

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 1000 પાર થઈ ગઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંકડો 1024 પર પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં આ વાયરસના કારણે 27 લોકોના મોત થયા છે. જ્યારે 95 લોકોની સફળતાપૂર્વક સારવાર થઈ છે. સૌથી વધુ પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવ્યાં છે. કોરોના સામેની જંગમાં ડૉક્ટરો અને નર્સો સીધી લડાઈ લડી રહ્યાં છે. જીવ જોખમમાં મૂકીને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીના સંપર્કમાં આવ્યાં બાદ ડૉક્ટર, નર્સ અને કેટલાક દર્દીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 

— ANI (@ANI) March 29, 2020

રામ મનોહર લોહિયા હોસ્પિટલના એક વરિષ્ઠ ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે લગભગ 6 ડૉક્ટરો અને ચાર નર્સોને પ્રોટોકોલના આધારે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ડ્યૂટી પર તૈનાત સ્ટાફને પણ સેલ્ફ ક્વોરન્ટીન માટે કહેવાયું છે. ચિકિત્સા અધિકારીએ જણાવ્યું કે આરએમએલ હોસ્પિટલમાં એક સંદિગ્ધ દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. પહેલા તે વોર્ડ નંબર 11માં દાખલ હતો. જો કે કોવિડ-19 ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં બાદ તેને વોર્ડ નંબર 6માં ફેરવી દેવાયો હતો. 

જો કે ત્યારબાદ આ દર્દીનો ફરીથી ટેસ્ટ કરાયો તો તે દર્દી કોવિડ-19 પોઝિટિવ જોવા મળ્યો. જેના કારણે દર્દીને ફરીથી વોર્ડ નંબર 11માં મોકલી દેવાયો. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં કોરોના વાયરસના જ્યારથી કેસ જોવા મળી રહ્યાં છે ત્યારથી આરએમએલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડ-19 માટે પ્રમુખ ટેસ્ટ અને ઉપચારની સુવિધા છે. 

જુઓ LIVE TV

દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોના વાયરસના 23 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધીને 72 થઈ ગઈ છે. જે નવા કેસ આવ્યાં છે તેમાંથી 17 દર્દીઓ આરએમએલમાં દાખલ છે. 17માંથી 6 દર્દીઓ આંદમાનના છે , 4 દર્દીઓ એવા છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી જ્યારે 2 દર્દીઓ એવા છે જેઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતાં. જ્યારે બાકીના 5ની વિસ્તૃત તપાસ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news