Corona Update: રોકેટ ગતિથી દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો રાફડો ફાટ્યો 

દેશમાં વળી પાછો કોરોના (Corona Virus) નો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 હજારથી વધુ કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે એક જ દિવસમાં 172 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોના (Corona) ના સતત વધી રહેલા કેસથી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ ચિંતાતૂર છે. રસીકરણ અભિયાન ચાલતું હોવા છતાં જે રીતે કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે તેને જોતા અલગ અલગ રાજ્યની સરકારો પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે નિર્ણય લઈ રહી છે. 

Corona Update: રોકેટ ગતિથી દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો રાફડો ફાટ્યો 

નવી દિલ્હી: દેશમાં વળી પાછો કોરોના (Corona Virus) નો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 હજારથી વધુ કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે એક જ દિવસમાં 172 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોના (Corona) ના સતત વધી રહેલા કેસથી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ ચિંતાતૂર છે. રસીકરણ અભિયાન ચાલતું હોવા છતાં જે રીતે કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે તેને જોતા અલગ અલગ રાજ્યની સરકારો પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે નિર્ણય લઈ રહી છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો વધીને 1,14,74,605 પર પહોંચ્યો છે. જેમાંથી 1,10,63,025 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 2,52,364 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 172 લોકોનો ભોગ લીધો. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,216 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 3,71,43,255 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. 

ઉત્તર પ્રદેશના આ વિસ્તારોમાં કલમ 144 લાગુ
કોરોનાના વધતા કેસ જોતા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કલમ 144 લાગુ કરાઈ છે. 17 માર્ચથી 30 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે. 

Total cases: 1,14,74,605
Total recoveries: 1,10,63,025
Active cases: 2,52,364
Death toll: 1,59,216

Total vaccination: 3,71,43,255 pic.twitter.com/Qd3ye2ZFH1

— ANI (@ANI) March 18, 2021

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પણ નાઈટ કરફ્યૂ
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોરોનાના વધતા કેસના કારણે બુધવારથી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો. ગત રાતે પોલીસે વિસ્તારમાં જઈ જઈને દુકાનો બંધ કરાવી. જે ન માન્યા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. મધ્ય પ્રદેશના 8 શહોરો જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતુલ અને ખરગોનમાં રાતે 10 વાગ્યા બાદ બજાર બંધ કરાશે. જો કે અહીં નાઈટ કરફ્યૂ લાગુ નથી. ભોપાલ શહેરમાં નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. મહારાષ્ટ્રથી આવતા લોકોની થર્મલ સ્ક્રિનિંગ થશે. તેમણે એક અઠવાડિયા સુધી આઈસોલેશનમાં પણ રહેવુ પડશે. 

પંજાબના આ શહેરોમાં પણ નાઈટ કરફ્યૂ
પંજાબના લુધિયાણા, પટિયાલા, રૂપનગર, જલંધરમાં નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોવિડ 19ના વધતા કેસો બાદ આ નિર્ણય લેવાયો. નાઈટ કરફ્યૂ દરમિયાન લોકોને ઘરની બહાર નિકળવાની પરવાનગી નથી. 

ગુજરાતમાં સ્થિતિ કથળતા લેવાયા આ નિર્ણય
ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1122 દર્દીઓ નોંધાયા. આ સાથે કુલ કેસનો આંકડો 2,81,173 પર પહોંચી ગયો છે. કોરોનાથી રાજ્યમાં કુલ 3 લોકોના મૃત્યુ થયા. કુલ મૃત્યુઆંક 4430 થયો છે.  અમદાવાદમાં પાર્ક અને ગાર્ડન આજથી બંધ કરાયા છે. રિવરફ્રન્ટ પણ બંધ કરાયો છે. અમદાવાદ બીઆરટીએસ અને એએમટીએસની સેવાઓ બંધ કરાઈ છે. તમામ જીમ અને સ્પોર્ટ્સ ક્લબ બંધ કરાયા છે. ગેમ ઝોન પણ બંધ રહેશે.  સુરતમાં પણ આ જ પ્રકારે પાર્ક અને ગાર્ડન, જીમ, ગેમ ઝોન, બીઆરટીએસ અને સીટી બસના તમામ રૂટ બંધ કરાયા છે. 

સુરતમાં વધતા કોરોના કેસને લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 માર્ચ 2021 ના ગુરૂવારની સવારથી તમામ BRTS અને સીટી બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એકપણ રૂટ પર BRTS અને સીટી બસ દોડાવામાં આવશે નહીં જ્યાં સુધી અન્ય આદેશ આપવામાં આવે નહીં. આ ઉપરાંત ગુરૂવારથી શહેરમાં તમામ ગેમ ઝોન, જિમ, સ્પોર્ટ્સ એક્ટીવીટી, ક્લબ તેમજ હોટલના બેન્ક્વેટ હોલ બંધ રહેશે. તો બીજી તરફ થિયેટર/ સીનેમાગૃહ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પીએમ મોદીએ પણ વ્યક્ત કરી છે ચિંતા
કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને મહત્વનો સંદેશ આપ્યો અને કહ્યું કે નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવું જરૂરી છે. આથી નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. 

ઝડપથી નિર્ણાયક પગલાં ભરવાની જરૂર
બેઠકને સંબોધિત કરતા પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે જો આપણએ મહામારીને નહીં રોકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાયરસની બીજી લહેરને રોકવી જોઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વિરુદ્ધ દેશની લડતને એક વર્ષથી વધુ થઈ રહ્યું છે. ભારતના લોકોએ કોરોનાનો જે પ્રકારે સામનો કરી રહ્યા છે, તેને લોકો ઉદાહરણ તરીકે રજુ કરે છે. આજે દેશમાં 95 ટકાથી વધુ કેસ રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરમાં પણ ભારત સૌથી ઓછા દરવાળા દેશોમાં છે. 

ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને ગંભીરતાથી લેવાની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઈને પણ આપણે એટલા જ ગંભીર થવાની જરૂર છે જેવા આપણે છેલ્લા એક વર્ષથી કરતા આવ્યા છીએ. આપણે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટ્સને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા અને RT-PCR ટેસ્ટ  રેટ 70 ટકાથી ઉપર રાખવો ખુબ જરૂરી છે. 

નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે
તેમણે કહ્યું કે આપણે નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. નાના શહેરોમાં 'રેફરલ સિસ્ટમ' અને 'એમ્બ્યુલન્સ નેટવર્ક' ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news