Andhra Pradesh: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં 5 મિનિટનો વિલંબ થયો, 11 દર્દીઓએ જીવ ગુમાવ્યા

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા.

Andhra Pradesh: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં 5 મિનિટનો વિલંબ થયો, 11 દર્દીઓએ જીવ ગુમાવ્યા

તિરુપતિ: આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં સોમવારે મોડી રાતે આઈસીયુની અંદર ઓક્સિજનની અછત સર્જાતા 11 દર્દીઓના મોત થયા. દર્દનાક ઘટના તિરુપતિના રૂઈયા સરકારી હોસ્પિટલની છે. ચિત્તૂરના ડીએમ એમ હરિનારાયણે જણાવ્યું કે ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા. 

સપ્લાયમાં ફક્ત 5 મિનિટની વાર લાગી
હરિ નારાયણે કહ્યું કે 'ઓક્સિજનની આપૂર્તિમાં પાંચ મિનિટની અંદર થઈ ગઈ અને હવે બધુ સામાન્ય થઈ ગયું છે. જેના કારણે અમે વધુ દર્દીઓના મોત થતા અટકાવી શક્યા.' લગભગ 30 ડોક્ટરોને દર્દીઓની દેખરેખ માટે તરત આઈસીયુ મોકલવામાં આવ્યા. 

— ANI (@ANI) May 10, 2021

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આપ્યા તપાસના આદેશ
જિલ્લાધિકારીએ કહ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ કમી નથી અને પૂરતો સપ્લાય થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને નિર્દેશ આપ્યા કે ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવે. જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા કે આવી ઘટના ફરીથી ન થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news