નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જીવલેણ વાયરસ પર લગામ લગાવવાને લઈને જરૂરી નિર્દેશો આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં તમામ શાળા, સ્વિમિંગ પૂલ, મોલ્સ વગેરે 31 માર્ચ સુધી બંધ કરવામાં આવે. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ હોય, આ સાથે જાહેર પરિવહનનો ઉપયોગ ઓછો થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ઈરાનથી વધુ 53 ભારતીયોને ચોથો જથ્થો સ્વદેશ પહોંચી ચુક્યો છે. બધાને ક્વારંટાઇન માટે પ્રોટોકોલ હેઠળ જેસલમેરમાં વિશેષ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. ઓડિશા, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ અને કેરલમાં એક મામલાની પુષ્ટિ થઈ છે. આ સમયે દેશમાં 114 પોઝિટિવ કેસ છે. તો તેના સંપર્કમાં આવનારા 5200થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે, જેને આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના ચેપથી 13 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, તો બે લોકોના મોત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...