કોરોના પર SAARC પરિષદઃ પીએમ મોદીનું નામ લેવાથી બચ્યું પાક, પોતાની અને ચીનની કરી પ્રશંસા


પાકમાં કોરોનાના અત્યાર સુધી 28 મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાનો સામનો કરવામાં પોતાની સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, પાકિસ્તાન કોવિડ-19ના ફેલાવને સીમિત રાખવામાં સફળ રહ્યું છે.
 

કોરોના પર SAARC પરિષદઃ પીએમ મોદીનું નામ લેવાથી બચ્યું પાક, પોતાની અને ચીનની કરી પ્રશંસા

ઇસ્લામાબાદઃ કોવિડ-19નો સામનો કરવાની રણનીતિ પર ચર્ચાને લઈને પીએમ મોદી દ્વારા પ્રસ્તાવિત વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાને પણ ભાગ લીધો હતો. પરંતુ આ બેઠકમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષે ભાગ લીધો હતો પરંતુ પાકિસ્તાન તરફથી ચર્ચામાં સ્વાસ્થ્ય મંત્રી ડો. જફર મિર્ઝા સામેલ થયા હતા. ઝફર પોતાની વાતમાં કોરોના સામે લડવામાં પાક સરકારની તૈયારીઓ અને સફળતાઓને કેન્દ્રમાં રાખી અને ઇમરાન સરકારના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમણે તે પણ દાવો કર્યો કે, પાક કોરોનાને રોકવામાં સફળ રહ્યું છે અને ત્યાં સુધી કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇસ્લામાબાદની પ્રશંસા કરી છે. 

જફરે કહ્યું, 'અત્યાર સુધી 155,000 લોકો ચેપી છે અને 5833 લોકોના મોત થયા છે અને 138 દેશોમાં તેનો પ્રસાર થઈ ચુક્યો છે, કોઈપણ દેશ કે ક્ષેત્ર તેના પર ઉદાસીન ન રહી શકે.' તેમણે આગળ કહ્યું, 'કોવિડ19ના ખતરા પર પાકિસ્તાનની સંયુક્ત ચિંતાઓ છે જે દક્ષિણ એશિયાને પ્રભાવિત કરી શકે છે. આપણા બધા દેશોમાં મામલાની પુષ્ટિ થઈ છે. આત્મસંતોષ માટે કોઈ સ્થાન નથી. અમે સારૂ થવાની આશા કરી રહ્યાં છે. આપણે સૌથી ખરાબ સમય માટે પણ તૈયાર રહેવું પડશે.'

ઇમરાન સરકારના કર્યા વખાણ
પાકમાં કોરોનાના અત્યાર સુધી 28 મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાનો સામનો કરવામાં પોતાની સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, પાકિસ્તાન કોવિડ-19ના ફેલાવને સીમિત રાખવામાં સફળ રહ્યું છે. WHOએ પણ તેની પ્રશંસા કરી છે. જફરે જણાવ્યું કે, પીએમ ઇમરાન ખાન ખુદ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી તૈયારીઓ પર નજર રાખી રહ્યાં છે, તેનું પરિણામ છે કે અમે તેને સીમિત રાખવામાં સફળ રહ્યાં છીએ. જફરે જણાવ્યું કે, પાક યોગ્ય પગલાં ભરી રહ્યું છે સરહદ સીલ કરવી હોય કે આંતરરાષ્ટ્રીય ઉડાનોને રેગ્યુલેટ કરવી હોય. આંતરરાષ્ટ્રીય યાત્રાઓને રેગ્યુલેટ કરવી કે આઈસોલેશન વોર્ડ બનાવવા. તેમણે જણાવ્યું કે, દેશમાં માત્ર 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી હાલ ઉડાનની મંજૂરી આપવામાં આવી રહી છે. 

કોરોના સામે જંગ જીતવા પીએમ મોદીએ SAARC નેતાઓ સાથે કરી ચર્ચા, ઇમરજન્સી ફંડ માટે 1 કરોડ ડોલર  

પીએમ મોદીનું નામ લેવાથી બચ્યા. ચીનની કરી પ્રશંસા
નક્કી કરેલા સમય અનુસાર રવિવારે સાંજે 5 કલાકે સાર્ક દેશોના નેતાઓની વીડિયો કોન્ફરન્સ શરૂ થઈ હતી. પીએમ મોદીએ આગેવાની કરતા ચર્ચામાં સામેલ સાર્કના બાકી તમામ સાત દેશો- બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓને બોલવાની તક આપી હતી. બધાએ પોતાના અભિવાદનમાં જ્યાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, તો પાકના સ્વાસ્થ્ય મંત્રીએ ન તો આ પહેલ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો પરંતુ પીએમ મોદીનું નામ લેવાથી પણ બચ્યા હતા. પોતાના વિભિન્ન સૂચનોમાં પાકનું નેતૃત્વ કરી રહેલા જફર કોરોનાથી લડવામાં 'ઓલ વેધર ફ્રેન્ડ' ચીનની પ્રશંસા કરવાનું ન ભૂલ્યા અને કહ્યું કે, આપણે કોરોનાનો સામનો કરવામાં તેના પ્રયાસો અને અનુભવથી શિખવાની જરૂર છે, જેની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશંસા કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news