Coronavirus UPDATES: મુંબઇમાં કોરોના સંક્રમણથી વધુ એક મોત, ભારતમાં અત્યાર સુધી 8 લોકોના મોત

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં દેશના લગભગ તમામ રાજ્ય આવી ગયા છે. મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપિંસનો નાગરિક હતો.

Coronavirus UPDATES: મુંબઇમાં કોરોના સંક્રમણથી વધુ એક મોત, ભારતમાં અત્યાર સુધી 8 લોકોના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં દેશના લગભગ તમામ રાજ્ય આવી ગયા છે. મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપિંસનો નાગરિક હતો. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 89 થઇ ગઇ છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં દેશમાં પ્રથમ ક્રમે છે. આ પહેલાં બિહારમાં કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અહીં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 3 થઇ ગઇ છે. આઇસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રવિવારે મોડી રાત સુધી દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 396 હતી. દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 8 થઇ ગઇ છે. 

LIVE UPDATES 
 
- મહરાષ્ટ્રના મંત્રી જીતેન્દ્ર આવ્હડે ફોટો ટ્વિટ કરતાં લોકડાઉન તોડવાનારાઓને ઘરમાં રહેવાની સલાહ આપી. મુંબઇના હાઇવે પર કારોની લાંબી લાઇનો લાગી છે. 

- PM મોદીએ દેશની જનતાને લોકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી. 

- કોરોના વાયરસના લીધે દિલ્હીમાં લોકડાઉનને જોતાં શાહીન બાગમાં ઓછા થઇ પ્રદર્શનકારીઓની સંખ્યા. 
 
- મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 68 વર્ષીય દર્દી ફિલીપીન્સનો નાગરિક હતો. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા 89 થઇ ગઇ છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પિડીત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

— Dr.Jitendra Awhad (@Awhadspeaks) March 23, 2020

કોરોના વાયરસના સંક્રમણને રોકવાના પ્રયત્નો દરમિયાન જેમની આજીવિકા પ્રભાવિત થઇ છે તેમની મદદ માટે પંજાબ કેડરના તમામ IAS અધિકારી મુખ્યમંત્રી રાહત કોષમાં એક દિવસના પગારનું યોગદાન કરશે. 

- બિહારમાં કોરોનાનો ત્રીજો કેસ સામે આવ્યો છે. સંક્રમિત યુવકને NMCH હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખી સારવાર કરવામાં આવી રહી છે. દર્દી તાજેતરમાં જ વિદેશથી પરત ફર્યો છે.

- કોરોનાના લીધે આજે મુંબઇકરોના ઘરોમાં ન્યૂઝપેપર આવ્યા નથી. રવિવારે જનતા કર્ફ્યૂ હતો એવામાં જે પેપર ગઇકાલે વેચાયા ન હતા તે આજે ન્યૂઝપેપર વિક્રેતા તેમને વેચી રહ્યા છે. 

- રવિવારે આ વાયરસના કારણે મુંબઇ અને પટનામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. 

- વાયરસના વધતા જતા પ્રકોપને જોતાં 22 રાજ્યોના 75 જિલ્લામાં લોકડાઉન છે. 

— Narendra Modi (@narendramodi) March 23, 2020

- દિલ્હી પોલીસ કમિશ્નરે વિશેષાધિકારોનો ઉપયોગ કરતાં રાષ્ટ્રીય રાજધાનીમાં તાત્કાલિક પ્રભાવથી કલમ 144 લાગૂ કરી દીધી છે.

- સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશના લખનઉ સહિત બનારસ, ગોરખપુર, કાનપુર, મેરઠ, બરેલી, આગરા, પ્રયાગરાજ, ગાજિયાબાદ, નોઇડા, અલીગઢ, સહારનપુર, લખીમપુર, આઝમગઢ અને મુરાદાબાદ જિલ્લા 25 માર્ચ 2020 સુધી લોકડાઉન કરી દીધા છે. 
 
- મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોરોના વાયરસના પહેલા દર્દીની પુષ્ટિ થઇ છે. દર્દી લંડનમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે અને ગત થોડા દિવસો પહેલાં ભોપાલ આવી હઅતી. 

- તો બીજી તરફ ભોપાલમાં 24 માર્ચ સુધી લોકડાઉન કરી દીધું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસ પીડિત લોકોની સંખ્યા 5 થઇ ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news