દેશમાં કોરોનાનું તાંડવ, ફરીથી એક જ દિવસમાં 50 હજારથી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં 771 લોકોના મૃત્યુ
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 18 લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,972 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 18,03,695 લોકો સંક્રમિત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા 11,86,203 થઈ છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 18 લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,972 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 18,03,695 લોકો સંક્રમિત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા 11,86,203 થઈ છે.
દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 38,135 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 771 લોકોના જીવ ગયા છે. જો કે રિકવરી રેટ વધીને 65.76 થયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 2.13 ટકા થયો છે. સંક્રમણના કેસમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. દેશમાં હાલ કોરોનાના 5,79,357 એક્ટિવ કેસ છે.
આજે સતત પાંચમા દિવસે દેશમાં કોવિડ-19ના 50 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે. ભારતમાં રવિવારે કોવિડ 19ના કેસ 17 લાખ પાર ગયા હતાં. IMCRના જણાવ્યાં મુજબ એક ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 2,02,02,858 સેમ્પલ ટેસ્ટિંગ કરાયા જેમાં 3,81,027 સેમ્પલ ગઈ કાલે જ ટેસ્ટ કરાયા હતાં.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube