ઝેરી સિરપ બનાવનારી કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ, અત્યાર સુધીમાં 20 બાળકોના જીવ ગયા
Cough Syrup Owner Arrested: ઝેરી કફ સિરપ પીવાના કારણે અનેક માસૂમ ભૂલકાઓના જીવ ગયા અને હવે મધ્ય પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સિરપ બનાવનારી કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ કરાઈ છે.
Trending Photos
)
તમિલનાડુની ફાર્માસ્યુટિકલ કંપની 'Sresan Pharma' ના માલિકની ધરપકડ કરાઈ છે. આ એ જ કંપની છે જેણે 'ColdRif cough syrup' બનાવી હતી જેમાં ભેળસેળના કારણે અનેક રાજ્યોમાં બાળકોના મોત થાય હતા. આ કંપનીના માલિક રંગનાથનને ચેન્નાઈથી મધ્ય પ્રદેશ પોલીસે પકડ્યા છે. આ ઝેરી સિરપના સેવન બાદ અનેક બાળકોના મોત થયા અને તેમને પકડવા માટે 20,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું હતું.
Coldrif સિરપ શું છે?
Coldrif એક દવા છે જેને બાળકોમાં શરદી અને ઉધરસના લક્ષણોની સારવાર માટે લખવામાં આવે છે જેમ કે નાક ગળવું, છીંક આવવી, ગળામાં ખારાશ, અને આંખોમાં પાણી આવવું. તમિલનાડુ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં સિરપના નમૂનામાં "ડાઈએથિલીન ગ્લાઈકોલ (Diethylene Glycol)' મળી આવ્યું હતું જે એક ઝેરી અને હાનિકારક પદાર્થ છે અને તેને ભેળસેળીયું જાહેર કરાયું. ભારતના ટોચના દવા નિયામકે દવા નિર્માણ પ્રથાઓમાં ગંભીર ચૂક સ્વીકારી છે. તેમની એક એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે અનેક ફેક્ટરીઓના નીરીક્ષણમાં જાણવા મળ્યું કે કંપનીઓ દરેક બેચના કાચા માલ અને સક્રિય તત્વોની તપાસ કરતી નથી.
Children's death linked to cough syrup | Chhindwara SP Ajay Pandey tells ANI that Sresan Pharma owner S Ranganathan was arrested last night. He will be presented before Chennai court (in Tamil Nadu) and brought to Chhindwara (MP) after securing transit remand.
— ANI (@ANI) October 9, 2025
સિરપમાં મોટા પાયે ગડબડી મળ્યા બાદ કંપની પર એક્શનની તૈયારી ચાલી રહી છે. તમિલનાડુ ડીસીડીએ એક ગંભીર ખુલાસો કરતા શ્રીસન ફાર્માસ્યુટીકલ મેન્યુફેક્ચરર્સની ફેક્ટરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. વિભાગે ફેક્ટરીનું ઉત્પાદન તત્કાળ બંધ કર્યું અને વિનિર્માણ લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
અન્ય સિરપોના નમૂના લેવાયા
ડીસીડીએ અન્ય ચાર સિરપોના નમૂના પણ લીધા અને ફેક્ટરીમાં રહેલા સ્ટોકને જપ્ત કરી આગળ વિતરણ થતા રોક્યા. ચેન્નાઈની સરકારી ઔષધી પરીક્ષણ પ્રયોગશાળામાં પ્રાથમિકતાથી પરીક્ષણ કરાયા અને રાજ્યવ્યાપી એલર્ટ જાહેર કરી જથ્થાબંધ અને છૂટક સ્તર પર વિતરણ રોકવાના નિર્દેશ અપાયા. ઓડિશા અને પુડુચેરીને પણ ઈમેઈલથી સૂચિત કરાઈ.
કઈ કિરપોના નમૂના લેવાયા
રેસ્પોલાઈટ ડી (બેચ- SR-30), રેસ્પોલાઈટ જીએલ (બેચ- SR-45), રેસ્પોલાઈઠ એસટી (બેચ- SR-22), હેપસૈન્ડિન (બેચ- SR-46)
રજાઓ છતાં તપાસ ચાલુ
નમૂનાઓને ચેન્નાઈની સરકારી ઔષધી પરીક્ષણ પ્રયોગશાળા મોકલવામાં આવ્યા, જ્યાં રજા હોવા છતાં પ્રાથમિકતાથી ટેસ્ટિંગ કરાયું. 2 ઓક્ટોબરના રોજ થયેલી તપાસમાં વધુ અનિયમિતતાઓ સામે આવી અને ત્યારબાદ રાજ્યવ્યાપી એલર્ટ જારી કરાયું. તમામ ડ્રગ ઈન્સપેક્ટર્સને વિતરણ સૂચિ મોકલવામાં આવી. જેથી કરીને જથ્થાબંધ અને છૂટક સ્તર પર સ્ટોક જપ્ત કરાઈ શકે. આ સાથે જ અન્ય રાજ્યોને પણ આ મામલે આદેશ જારી કરાયા.
(ખાસ નોંધ- તમે પણ દવાઓ અંગે સતર્ક રહો. ફક્ત ડોક્ટર્સની સલાહ પર જ કોઈ પણ દવાનો ઉપયોગ કરો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














