કોવિડ-19 વેક્સીન: દુનિયાની 65 ટકા વેક્સીન ઉત્પાદન કરે છે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ, જાણો તેની વિશેષતા

સીરમ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના 1966માં સાઈરસ પૂનાવાલાએ કરી હતી. આ અત્યારે ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની તો બની ચૂકી છે. વેક્સીન અને રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી તે દુનિયાની નંબર વન કંપની છે.
 

કોવિડ-19 વેક્સીન: દુનિયાની 65 ટકા વેક્સીન ઉત્પાદન કરે છે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ, જાણો તેની વિશેષતા

મુંબઈ: ભારતને કોરોના વેક્સીન બનાવવા માટે જે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે સૌથી વધારે આશા છે. તેની બનાવેલી વેક્સીન દુનિયાના 65 ટકા બાળકોના કામમાં આવે છે. પ્રધાનમંત્રી 28 નવેમ્બરે આ સીરમ ઈન્સ્ટીટ્યૂટનો પ્રવાસ કરીને વેક્સીનની તૈયારીઓનું નિરીક્ષણ કરવાના છે. સીરમ ઈન્સ્ટીટ્યૂની સ્થાપના 1966માં સાઈરસ પૂનાવાલાએ કરી હતી. આ અત્યારે ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની તો બની ચૂકી છે. વેક્સીન અને રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી તે દુનિયાની નંબર વન કંપની છે.

અહીંયા પોલિયોની સાથે સાથે ડિપ્થેરિયા, ટિટને, એચઆઈબી, બીસીજી, હેપેટાઈટિસ-બી અને રુબેલા વગેરેની વેક્સીનના 1.5 કરોડ ડોઝ દર વર્ષે તૈયાર થાય છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોરોના વેક્સીનનું ઉત્પાદન પણ  આકંપની મોટી માત્રામાં કરી શકે છે. જેનો ઉપયોગ માત્ર ભારત જ નહીં પરંતુ અનેક બીજા દેશોમાં થઈ શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં બનેલી વેક્સીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી માન્યતા મળેલી છે. 170થી વધારે દેશ તેનો ઉપયોગ કરે છે. દેશને સસ્તી કિંમત પર જીવન ઉપયોગી વેક્સીન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સ્થાપિત આ કંપની ટિટનેસ એન્ટી ટોક્સીન ઉપરાંત સર્પદંશની દવાઓનું ઉત્પાદન કરે છે. સપ્ટેમ્બર 2019માં સીરમ ઈન્સ્ટીટ્યૂટે પુણેમાં જ પોતાની બહુઆયામી અત્યાધુનિક વેક્સીન ઉત્પાદન એકમ શરૂ કર્યું છે. લગભગ 3000 કરોડના ખર્ચથી તૈયાર આ યુનિટ હવે મોટાપાયે કોરોના વેક્સીનના ઉત્પાદનમાં સહાયક બનશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટની ઉત્પાદન ક્ષમતાને જોતાં જ વૈશ્વિક દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેની સાથે કોરોના વેક્સીનના ઉત્પાદનનો કરાર કર્યો છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને જે સાત ફર્મને કોરોના વેક્સીનની પ્રી ક્લીનીકિલ ટ્રાયલ અને વિશ્લેષણની અનુમતિ આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ તેમાંથી એક છે. હવે કોવિશીલ્ડ નામની આ વેક્સીન પર રિસર્ચ તેના અંતિમ તબક્કામાં છે. અને માનવામાં આવી રહ્યું છે કે એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની વેક્સીન ભારતના લોકો માટે વધારે ઉપયોગી બની શકે છે.

તે ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટનું વિતરણ નેટવર્ક ઘણું મોટું હોવાના કારણે તે વિશ્વના અનેક દેશોમાં પણ કામમાં આવી શકે છે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જાતે સીરમ ઈન્સ્ટીટ્યૂટનો પ્રવાસ કરીને આ ઉત્પાદન યુનિટનું નિરીક્ષણ કરવા માગે છે. પહેલાંથી જણાવવામાં આવી રહ્યું છે કે અનેક દેશોના રાજદૂત પણ પ્રધાનમંત્રીની સાથે જ પુણે આવીને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન ઉત્પાદન ક્ષમતાને જોવા ઈચ્છે છે. પરંતુ હવે અન્ય દેશના રાજદૂતોનો પ્રવાસ ચાર ડિસેમ્બરે થશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા થોડાક દિવસ પહેલાં કહી ચૂક્યા છેકે તેમની ઈન્સ્ટીટ્યૂટમાં બનેલી વેક્સીનનો અડધો ભાગ ભારતમાં ઉપયોગમાં આવશે. જ્યારે બાકીનો અડધો ભાગ અન્ય દેશોને આપવામાં આવશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news