Covid-19 Update: એક દિવસની રાહત બાદ કોરોનાથી મોતનો આંકડો ફરી વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ
ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ લેતો નથી. એક દિવસની રાહત બાદ વળી પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ઓછો થવાનું નામ લેતો નથી. એક દિવસની રાહત બાદ વળી પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 2.08 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 4100થી વધુ મોત થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 20,06,62,456 લોકોને રસીના ડોઝ અપાયા છે.
22 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે કોરોનાના 22,17,320 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો 33,48,11,496 પર પહોંચી ગયો છે.
24 કલાકમાં 4100થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 4157 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો હવે 3,11,388 પર પહોંચી ગયો છે. આ અગાઉ મંગળવારે બહાર પડેલા આંકડા મુજબ કોવિડ-19થી 3511 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 24મી મેના રોજ 4454 લોકોના જીવ ગયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube