કિડનેપર્સના ચુંગલમાંથી છોડાવાયો દિલ્હીનો અપહ્રત વિદ્યાર્થી, ફાયરિંગમાં એક બદમાશ માર્યો ગયો

દેશની રાજધાનીના પૂર્વ દિલ્હી સ્થિત શ્રેષ્ઠ વિહાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલા શાળાના વિદ્યાર્થીને પોલીસે સોમવારે મોડી રાતે અપરાધીઓના ચુંગલમાંથી છોડાવી લેતા બધાને હાશકારો થયો છે. 

 કિડનેપર્સના ચુંગલમાંથી છોડાવાયો દિલ્હીનો અપહ્રત વિદ્યાર્થી, ફાયરિંગમાં એક બદમાશ માર્યો ગયો

નવી દિલ્હી: દેશની રાજધાનીના પૂર્વ દિલ્હી સ્થિત શ્રેષ્ઠ વિહાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલા શાળાના વિદ્યાર્થીને પોલીસે સોમવારે મોડી રાતે અપરાધીઓના ચુંગલમાંથી છોડાવી લેતા બધાને હાશકારો થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે ગુપ્ત સૂચનાના આધારે સોમવારે મોડી રાતે ગાઝિયાબાદના એક વિસ્તારની ઘેરાબંધી કરી તો કિડનેપર્સે ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. પોલીસ તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં એક બદમાશ માર્યો ગયો. જ્યારે 2 ઘાયલ થયા. ઘાયલ થયેલા બદમાશનું નામ પંકજ જણાવાય છે. તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એક અન્ય બદમાશની ધરપકડ કરાઈ છે જેનું નામ નીતિન છે. પોલીસે શાળાના વિદ્યાર્થીને તેના પરિવારને સોંપી દીધો છે. પોલીસ જણાવ્યું કે વિદ્યાર્થીને સાહિબાબાદના શાલિમાર સિટીમાં રાખવામાં આવ્યો હતો. 

બસ ડ્રાઈવરને ગોળી મારીને કરાયુ હતું અપહરણ
જાન્યુઆરી મહિનાની 24 તારીખે બે બાઈકસવારોએ શાળાની બસના ડ્રાઈવરને ગોળી મારીને એક બાળકનું અપહરણ કર્યું હતું. બસ વિવેકાનંદ શાળાની હતી. 26 જાન્યુઆરીના કારણે દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત હતો. આટલી સુરક્ષા વચ્ચે પણ બાળકનું અપહરણ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. નર્સરીનો વિદ્યાર્થી તેની બહેન સાથે લગભગ 7.30 વાગ્યે શાળાની સ્કૂલમાં જવા રવાના થયો હતો. બસમાં આશરે 15-20 બાળકો હતાં. 

પોલીસને મળી હતી અકસ્માતની સૂચના
કિડનેપર્સની માહિતી મળતા પોલીસે વિસ્તારમાં એલર્ટ જારી કરી હતી. પરિજનોએ બતાવ્યું કે તેમની પાસે અકસ્માતની સૂચના આવી હતી. તેઓ ભાગીને ઘટનાસ્થળે પહોંચ્યા તો કિડનેપર્સ અંગે માહિતી મળી હતી. જો કે બસમાં બાળકની બહેન પણ હતી પરંતુ બદમાશોએ તેને અને અન્ય કોઈ બાળકને કશું કર્યુ નહીં. તે ફક્ત આ જ બાળકને લઈને રફુચક્કર થઈ ગયા. ઘાયલ ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવાયો હતો. 

આ ઘટના ગાઝિયાબાદ અને લોનીની સરહદ નજીક ઘટી હતી. અહીં સરળતાથી મેરઠ કે તેના અન્ય વિસ્તારોમાં જઈ શકાય છે. દિલ્હી પોલીસને શક હતો કે બાળકને ઉત્તર પ્રદેશના કોઈ વિસ્તારમાં છૂપાવ્યો હોવો જોઈએ. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news