ભારતના આ ગામમાં મળ્યો ક્રૂડ ઓઈલનો મોટો ભંડાર, ONGC કૂવા ખોદવામાં વ્યસ્ત; ખેડૂતોને લાગી શકે છે લોટરી

Crude Oil Reserve Found in Ballia: બલિયા જિલ્લાના સાગરપાલી ગામ પાસે ક્રૂડ ઓઈલનો ભંડાર મળી આવ્યો છે અને ONGCએ શોધખોળના પ્રયાસો શરૂ કરી દીધા છે. મળતી માહિતી મુજબ કાચા તેલનો ભંડાર ભૂગર્ભમાં 3,000 મીટરની ઉંડાઈ પર છે.

ભારતના આ ગામમાં મળ્યો ક્રૂડ ઓઈલનો મોટો ભંડાર, ONGC કૂવા ખોદવામાં વ્યસ્ત; ખેડૂતોને લાગી શકે છે લોટરી

Crude Oil Reserve Found in Ballia: બલિયા જિલ્લાના સાગરપાલી ગામમાં કાચા તેલનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. તેલ શોધવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)એ એક પરિવાર પાસેથી 12 વીઘા જમીન હસ્તગત કરી છે. ONGC દિલ્હીની કંપનીએ સર્વે અને ખોદકામની કામગીરી શરૂ કરી દીધી છે. ખોદકામ અને બોરિંગનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

ગંગાના તટપ્રદેશમાં મળ્યો તેલનો ભંડાર 
મળતી માહિતી મુજબ સ્વતંત્રતા સેનાની ચિત્તુ પાંડેના પરિવારની જમીન પર કાચા તેલનો ભંડાર મળી આવ્યો છે. ગંગાના તટપ્રદેશમાં ત્રણ મહિનાના સર્વેક્ષણ પછી આ શોધ કરવામાં આવી હતી, જેમાં 3,000 મીટરની ઊંડાઈએ તેલનો ભંડાર હોવાનું બહાર આવ્યું હતું. ONGCએ ચિત્તુ પાંડેના પરિવાર પાસેથી સાડા છ એકર જમીન ત્રણ વર્ષ માટે લીઝ પર લીધી છે, જેના માટે વાર્ષિક 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.

ચાર જગ્યાએ ખોદવામાં આવશે તેલની કૂવા 
નક્કર અહેવાલ મળ્યા બાદ ONGCએ લગભગ દોઢ એકર જમીન લીઝ પર લઈને ખોદકામની કામગીરી શરૂ કરી છે. ONGC અધિકારીઓએ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષણ શરૂ કર્યું છે. આ માટે વિવિધ સ્થળોએ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ચાર સ્થળોની ઓળખ કરવામાં આવી હતી, જ્યાં કૂવા ખોદીને ક્રૂડ ઓઇલ કાઢી શકાય છે. આમાં એક સ્થળ બલિયાના સાગરપાલી પાસે વૈના રત્તુ ચક છે.

ખોદકામમાં દરરોજ થઈ રહ્યો છે 25000 લીટર પાણીનો ઉપયોગ
આ જગ્યા નેશનલ હાઈવે અને સાગરપાલી ગામની વચ્ચે છે. ઓએનજીસીએ ડ્રિલિંગ શરૂ કરવા માટે ભારત સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી NOC મેળવ્યું છે. અહીં તેલના ભંડાર છે, પરંતુ તે ખૂબ ઊંડા છે. આ માટે 3,001 મીટર ડીપ બોરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ માટે દરરોજ 25000 લીટર પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખોદકામનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ઓઈલ સપાટી સુધીનું બોરિંગ કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી અપેક્ષા છે. અહીંથી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ગંગાના તટપ્રદેશમાં ઓળખી કાઢવામાં આવેલા અન્ય સ્થળો પર સમાન કૂવાઓ ખોદવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂગર્ભમાંથી જ્વલનશીલ અને પ્રવાહી પ્રદાર્થ બહાર આવી રહ્યો છે. જ્યારે આ મામલે કંપનીના અધિકારીઓ સાથે વાત કરવા માંગતા તેઓ આનાકાની કરતા હતા. તેમણે કહ્યું કે, અમે આ મુદ્દે બોલી શકતા નથી. દિલ્હીમાં બેઠેલા અમારા અધિકારીઓ જ બોલી શકે છે.

જમીન માલિકને ત્રણ વર્ષમાં મળશે 30 લાખ રૂપિયા
જમીનના માલિક અને ચિત્તુ પાંડેના વંશજ નીલ પાંડેએ ONGCની પ્રતિવર્ષ ત્રણ વર્ષ માટે રૂ. 10 લાખ ચૂકવવાની પ્રતિબદ્ધતા નોંધી હતી, જેમાં એક વર્ષનો વધારો પણ સામેલ છે. તેમણે કહ્યું કે, જો તેલ મળશે તો ONGC આસપાસની જમીન ઊંચા ભાવે સંપાદિત કરશે, જેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news