Coronavirus News: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર? હિંગોલીમાં કર્ફ્યૂ, પુણેમાં શાળા-કોલેજ બંધ

હિંગોલીના જિલ્લાધિકારી પ્રમાણે  શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ તથા કાર્યક્રમ સ્થળ આ દરમિયાન બંધ રહેશે, જ્યારે બેન્ક માટે વહીવટી કાર્ય માટે ખુલશે. સરકારી કાર્યાલયોમાં કામકાજ ચાલતુ રહેશે. 
 

Coronavirus News: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર? હિંગોલીમાં કર્ફ્યૂ, પુણેમાં શાળા-કોલેજ બંધ

મુંબઈઃ એકવાર ફરી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus In Maharashtra) ના કેસમાં તેજી આવી છે. ઘણા શહેરોમાં સતત નવા કેસ સામે આવી રહ્યાં છે. તેને જોતા મરાઠાવાડા ક્ષેત્રના હિંગોલીમાં તંત્રએ એકથી સાત માર્ચ સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. તો પુણેમાં નાઇટ કર્ફ્યૂનો સમયગાળો વધારીને 14 માર્ચ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય શહેરમાં 14 માર્ચ સુધી શાળા, કોલેજ અને ખાનગી કોચિંગ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 8 હજાર 623 કેસ સામે આવ્યા છે. 

હિંગોલી જિલ્લામાં શનિવારે કોરોનાના 46 નવા કેસ સામે આવ્યા જેથી સંક્રમિતોની સંખ્યા વધીને 4083 થઈ ગઈ. હિંગોલીના જિલ્લાધિકારી રૂચેશ જાયવંશીના જારી આદેશમાં કહ્યુ કે, સોમવારે સવારે સાત કલાકથી કર્ફ્યૂ લાગી જશે જે સાત માર્ચે અડધી રાત સુધી યથાવત રહેશે. આદેશ અનુસાર શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ તથા કાર્યક્રમ સ્થળ આ દરમિયાન બંધ રહેશે, જ્યારે બેન્ક માટે વહીવટી કાર્ય માટે ખુલશે. સરકારી કાર્યાલયોમાં કામકાજ ચાલતુ રહેશે. 

નાગપુર અને અમરાવતીમાં લૉકડાઉન
આ રીતે નાગપુરમાં પણ વીકેન્ડ પર લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં જાહેર સમારહો અને રેલીઓ પર પ્રતિબંધ યથાવત છે. માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ પહેલા અમરાવતી અને અચલપુરમાં ગત 22 ફેબ્રુઆરીએ સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેને એક સપ્તાહ વધારી દેવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં લાગશે લૉકડાઉન?
મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના આઠ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. નિષ્ણાંતો તે માટે લોકોની બેદરકારી અને હોમ આઇસોલેશનના નિયમોનું પાલન ન કરવાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. એક વાર સુધર્યા બાદ જે રીતે પ્રદેશમાં સ્થિતિ ખરાબ થી રહી છે, તેનાથી રાજ્યભરમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવાની નોબત આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news