)
હાલમાં જ ચર્ચામાં આવેલા બે ચક્રવાતોએ ભારત માટે ચિંતા પેદા કરી છે. હવામાન વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ સાઈક્લોન દિત્વા (Ditwah) અને સતત નબળા થતા સેન્યારની સંયુક્ત અસર દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વર્ષાની સ્થિતિ પેદા કરશે. દક્ષિણ ભારતના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાના સંકેત તેજ થયા છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ સંગઠિત થઈને ચક્રવાત Ditwah માં ફેરવાઈ ગયું.
આ સંભવિત ખતરનાક સિસ્ટમને જોતા હવામાન વિભાગે પ્રી સાઈક્લોન એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતની દિશા ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશ બાજું છે જ્યાં 30 નવેમ્બર સુધીમાં હવામાન ખુબ જ ખરાબ રહે તેવી ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 27થી 30 નવેમ્બર વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ 28 અને 29 નવેમ્બરના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સ્થિતિ પેદા થઈ શકે છે. દક્ષિણ આંધ્ર પ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ ઉપરાંત 30 નવેમ્બરના રોજ આ વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના જતાવવામાં આવી છે.
આ ઉપરાંત કેરળમાં 27થી 29 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે જ્યારે તેલંગણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ વરસાદ પડી શકે છે. દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ બહાર પાડતા કહ્યું કે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટક અને આંદમાન નિકોબાર ટાપુઓમાં વીજળી અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે. આંદમાન વિસ્તારમાં તો 27થી 29 નવેમ્બર સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાવવાનો સંકેત મળ્યો છે.
સેન્યાર વાવાઝોડા અપડેટ
સાઈક્લોન સેન્યારનો બચેલો ભાગ જે મલક્કા સ્ટ્રેટ પર એક ડીપ ડિપ્રેશન છે તે લગભગ 18 કિમીની ઝડપથી પૂર્વ તરફ આગળ વધતું રહ્યું અને નબળું થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. ચક્રવાત સેન્યાર જે થોડા દિવસ પહેલા સક્રિય હતું તે હવે ઘણું તે હવે ઘણું નબળું થઈ ચૂકયું છે. મલક્કા જળડમરુમધ્યમાં બનેલા તેના અવશેષ ડીપ ડિપ્રેશનથી નબળું થઈ હવે ફક્ત એક ડિપ્રેશનમાં ફેરવાયેલું છે. આ સિસ્ટમ લગભગ 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ દિત્વા અને સતત નબળું પડી રહેલું સેન્યારની સંયુક્ત અસર દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વર્ષાની સ્થિતિ પેદા કરશે.
કઈ રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે દિત્વા
સાઈક્લોન દિત્વાને જોતા ગુરુવારે પ્રી સાઈક્લોન એલર્ટ જાહેર કરાયું. તે દિવસમાં પહેલા બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં બનેલા ડીપ ડિપ્રેશન બન્યા બાદ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠાઓ તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન શ્રીલંકામાં પોટ્ટુવિલની પાસે બટ્ટિકલોઆથી લગભગ 90 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને ચેન્નાઈથી લગભગ 700 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં બન્યું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સાઈક્લોન દિત્વા ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 30 નવેમ્બરની શરૂઆત સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડ્ડુચેરી, દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠાઓ પાસે સમુદ્ર સુધી પહોંચશે.