Cyclone Shakti: શું ખરેખર આવવાનું છે ભયંકર વાવાઝોડું? સાઈક્લોન 'શક્તિ' ક્યારે અને ક્યા ટકરાશે અને કેટલું ખતરનાક?
Cyclone Shakti Update: ચોમાસુ બંગાળની ખાડીમાંથી આંદમાન સાગર થઈને કેરળ તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસાની સાથે એક સાઈક્લોનિક સ્ટોર્મ પણ એક્ટિવ થઈ રહ્યું છે જેના વિશે લેટેસ્ટ અપડેટ સામે આવી છે.
Trending Photos
ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે. જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે. આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંટાઓ સાથે ટકરાઈ શકે છે.
ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જોખમ રહેશે. Mint ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે. જ્યારે TOI ના રિપોર્ટ મુજબ આંદમાન સાગર ઉપર 16થી 18 મે વચ્ચે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.
આ સિસ્ટમ 23થી 28 મે વચ્ચે સાઈક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે. જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી. પરંતુ તોફાન એક્ટિવ થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે આઈએમડીએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી. એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાઈક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે.
કયા કયા શહેરો પર કરશે અસર?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંદમાન સાગર પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે 16થી 22 મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિક્સિત થઈ શકે છે. આ સિસ્ટમ 23થી 28 મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે. જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે.
દક્ષિણ પશ્ચિમ મોનસુન 13 મે 2025 સુધી દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદમાન સાગર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરી આંદમાન સાગરના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી ચૂક્યું છે. છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ચોમાસુ સમય કરતા વહેલુ બંગાળની ખાડીમાં પહોંચ્યું છે. ચક્રવાત શક્તિના એક્ટિવ થવાથી કાંઠા વિસ્તારમાં પૂર, તોફાની પવન, અને ખુબ વરસાદ પડી શકે છે.
દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મેના મધ્ય સુધી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને છત્તીસગઢ સહિત દક્ષિણઈ અને મધ્ય રાજ્યોમાં પણ પ્રી મોનસૂન વરસાદ પડી શકે છે.
IMD ની સલાહ
ભારતીય હવામાન વિભાગે સંભવિત ચક્રવાતી તોફાન શક્તિનું પૂર્વાનુમાન કરતા સમુદ્રી કાંઠા વિસ્તારોના રહીશોને હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપી છે. ટ્રિપ શિડ્યૂલ કરવાની અને જરૂરી સામાન સાથે રાખવાની પણ સલાહ આપી છે. સંભવિત સાઈક્લોન પ્રભાવિત વિસ્તારોના રહીશોને આગ્રહ કરાયો છે કે તેઓ હવામાનના પૂર્વાનુમાન પર નજર રાખે.
સ્થાનિક અધિકારીઓ નિર્દેશોનં પાલન કરે. જો સાઈક્લોન પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરવાની કે ત્યાં જવાની યોજના ઘડતા હોવ તો વધુ સાવધાની વર્તજો. ગ્રામીણ કે પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતા હોવ તો સુનિશ્ચિત કરવું કે તમારી પાસે પીવાનું પાણી, પાવરબેંક, સ્નેક્સ, દવાઓ જેવી જરૂરિયાતની વસ્તુઓ હોય.
અત્રે જણાવવાનું કેહાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લૉનિક સરક્યુલેશન મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને ખોટું પેનિક ન થવું.
અંબાલાલની આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જો કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે