14 સપ્ટેમ્બર: જાણો આજનું રાશિ ભવિષ્ય, શ્રી ગણેશજીની પૂજા કેમ કરવી જોઈએ તે પણ જાણો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને દિન મહિમા વિશે જાણો.

14 સપ્ટેમ્બર: જાણો આજનું રાશિ ભવિષ્ય, શ્રી ગણેશજીની પૂજા કેમ કરવી જોઈએ તે પણ જાણો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને દિન મહિમા વિશે જાણો.

પ્રશ્ન – શ્રીગણેશજીની પૂજા ઉપાસના કેવી રીતે લાભદાયક છે.

  • રાહુનું સ્થાન મૂલાધાર ચક્રમાં છે એટલે કે કરોડરજ્જુ છે તેની નીચેની તરફ
  • કેતુનું સ્થાન તાળવામાં સહસ્રારચક્રમાં છે. આને બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે.
  • ગણપતિના પ્રખ્યાત અથર્વશીર્ષમમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે હે ગણેશજી તમારો વાસ મૂલાધારચક્રમાં આવે છે. રાહુ અને કેતુ સાથે શ્રીગણેશજીનો સીધો સંબંધ છે.
  • વળી, મંગળ દેવ જે આક્રમક ગ્રહ કહેવાય છે તે પણ ગણેશજીની ઉપાસના કરે છે. મંગળદેવ ભૂમિપુત્ર છે અને આપણે ભૂમિ પર રહીએ છીએ.
  • ગણેશજીની કૃપા પાત્ર કરવાથી રાહુ અને કેતુ ઉપર અંકુશ રહે છે અને મંગળદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે.

તારીખ

14 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર

માસ

ભાદરવા સુદ પાંચમ

નક્ષત્ર

વિશાખા

યોગ

વૈધૃતિ

ચંદ્ર રાશી

તુલા (ર,ત)

  1. આજે ઋષિપંચમી છે.
  2. કુમારયોગ સૂર્યોદયથી રાત્રે 2.25 સુધી છે.
  3. વિંછુડો સાંજે 7.16 વાગે બેસી જશે. એટલે કે ચંદ્ર દેવ રાશી પરિવર્તન કરશે અને વૃશ્ચિક રાશીમાં આવશે.
  4. આજે શુક્રવાર છે. ગણેશપૂજાના દિવસો ચાલી રહ્યા છે. રિદ્ધિ અને સિદ્ધિની કૃપા પ્રાપ્તિ અર્થે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ.
  5. કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય.

રાશિ ભવિષ્ય (14-9-2018)

મેષ (અલઈ)

  • ટીમ વર્ક કરવાનું થાય.
  • સંકલન કરીને કાર્યને આગળ ધપાવવું.
  • આ દરમિયાન અતિ ઉત્સાહમાં ન આવતા.
  • ઉત્સાહના અતિરેકમાં અવિવેક થઈ શકે છે.

વૃષભ (બવઉ)

  • કાર્યક્ષેત્રે પુરુષ જાતકોને સંબંધોથી લાભ રહે
  • સ્ત્રી જાતકો આજે અન્યને મદદરૂપ થઈ શકે
  • નવદંપતીએ સુમેળ રાખવો મતભેદ થઈ શકે

મિથુન (કછઘ)

  • ફિલ્મ જોવી ગમે, કલાના ક્ષેત્રે સમય વ્યતીત થાય
  • બપોર પછી શુભ સમાચાર મળે.
  • તમારા વખાણ પણ થાય.
  • કુલ મળીને આનંદનો દિવસ છે.

કર્ક (ડહ)

  • આપના વિચારોનું સ્વાગત થાય નહીં
  • આવક થાય પણ મન અશાંત રહે.
  • મિત્રો સહાયક પણ થાય.
  • દિવસ વીતે તેમ સાનુકૂળતા વધે

સિંહ (મટ)

  • નવું વેવિશળ થયું હોય તો આજે સંયમ રાખજો
  • મળવાનું આજના દિવસે ન થાય તો ચિંતા નહીં
  • ઘરમાં થોડું વૈમનસ્ય સર્જાય
  • સવારે મન ધર્મ પ્રતિ વિશેષ વળે.

કન્યા (પઠણ)

  • પરિવારને સામૂહિક લાભ થાય.
  • ધન-વૈભવ વધે.
  • આપણે જેને પાર્ટી કહીએ છીએ એટલે કે આનંદપ્રમોદનું વાતાવરણ બને.
  • આપના માટે આનંદપૂર્ણ દિવસ રહે.

તુલા (રત)

  • વૈભવ ભોગવો પણ તમારું જ મન જાણે.
  • ટૂંક આજે હસતું મોઢું પરાણે રાખવું પડે.
  • રાત્રે 8 વાગ્યા પછી મૂડ પણ બદલાય.
  • શ્રીગણેશ ઉપાસના કરજો શુભ થશે

વૃશ્ચિક (નય)

  • નસીબ બે ડગલા ટૂંકું પડી જાય.
  • ધનવ્યય થાય.
  • જીવનસાથીને મુસાફરીના યોગ છે.
  • પરદેશથી સારા સમાચાર મળી શકે છે.

ધન (ભધફઢ)

  • શરદીજન્ય રોગથી સાચવવું.
  • મનમાં ખોટી ખોટી ચીડ રહ્યા કરે.
  • સંધ્યા સમયે દિપ પ્રાગટ્ય પછી મન થોડું સ્થિર થાય
  • ગહન વિચારમાં પણ સરી પડાય.

મકર (ખજ)

  • જીવનસાથી આજે ફુલ મૂડમાં હોય. આનંદમાં રહે.
  • એના થકી તમે પણ આનંદમાં રહેશો.
  • બુદ્ધિક્ષમતા ખીલી ઊઠી.
  • સંતાન તરફથી પણ શુભ સમાચાર મળે.

કુંભ (ગશષસ)

  • એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ
  • હિંમત પૂર્વક કાર્ય સંપૂર્ણ કરો.
  • દિયર અથવા સાળા કે સાળી તરફથી લાભ.
  • ધનલાભ થઈ શકે છે.

મીન (દચઝથ)

  • ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે.
  • જો કોર્ટકચેરી ચાલતા હોય તો સાનુકૂળતા રહે.
  • દાંતની બિમારીથી સાચવવું.
  • વ્યાવસાયીક સ્થાનાંતર થઈ શકે છે.

જીવનસંદેશ – હિંદુ ધર્મના જુદા જુદા દેવ પાસેથી શું શીખીશું.

  • વાંચનની સુટેવ કેળવવી એટલે બીજાના વિચારો જાણવા.
  • લેખક જ્યારે 10 પાનાંનું વિચારે ત્યારે એક પાનું લખાય. એમ એક સારું પુસ્તક લખાય છે.
  • વાંચીશું તો વિચારીશું પણ ખરા. અને વિચારીશું ત્યારે અમલમાં મૂકીશું.
  • આપણી જ્ઞાનની સિમાઓ વધુ વિસ્તરશે.
  • આપણી ઘણી ખોટી માન્યતાઓ દૂર થશે અને નવી સમજ કેળવાશે.
  • સ્થિરતા આવશે અને એ સ્થિરતા સફળતાનો માર્ગ મોકળો કરશે.
  • સૌ પ્રથમ વિચારોથી સમૃદ્ધ થવું પડશે. ભૌતિક સમૃદ્ધિ તો આપોઆપ આવશે.
  • એક સારું પુસ્તક 100 મિત્રોની ગરજ સારે છે.
  • વિજ્ઞાન એ વિચારોની ઉપજ છે. ઉત્તમ વિચારો દ્વારા જ વિજ્ઞાન વિકસે છે. વિકાસ વિકસે છે. જ્ઞાનના આવિર્ભાવ થકી પ્રાપ્ત થયેલો વિકાસ શાશ્વત ટકે છે.

અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news