ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે.

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

‘ડિયર જિંદગી’ની શરૂઆત કરે થોડાક જ મહિનાઓ પસાર થયા છે. ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે. કેમકે તેમાં વ્યક્તિથી ના તો પરિચય છે, ના તમે તેના વિશે કંઇપણ જાણો છો. થોડી વાતચીત પછી મેં તેમને કહ્યું...

‘લગ્નના દસ વર્ષ પછી પણ જો સાસરી તમને આજીવન કારાવાસ લાગે છે. પતિ સાથે મહિનામાં એક વખત વાત થાય છે. તમે ત્યાં એટલી ગૂંગળામણ અનુભવી રહ્યા છો કે તમે આત્મહત્યા વિશે વિચારી રહ્યા છો. તમે MA, MEd કર્યું છે, તો તમારે આ વિષય પર જલ્દી નિર્ણય લેવો જોઇએ. સંબંધ જરૂરી છે, પરંતુ તે જિંદગીની કિંમત પર ન હોવા જોઇએ. તમે નિર્ણય લો. જે પણ દોર છે, તે પસાર થવા માટે છે. તે પસાર થશે. બસ લડતા રહેવાનું છે, હાર નથી માનવાની, નિર્ણય કરવાનો છે.’

નિર્ણય લેતા સમયે ભયભીત ન થશો, યાદ રાખો કે ખોટો નિર્ણય પણ નિર્ણય ન લેવા કરતા લાખ ઘણો સારો છે. તેમાં કશું ન કરવાના દોષથી આપણે સંપૂર્ણ જિંદગી આઝાદ રહીએ છે. રાજસ્થાનના કોટાથી ચિત્રા દુબેએ તેમના મનની વાત ડિયર જિંદગી દ્વારા શેર કરી હતી.

તેના લગભગ દોઢ વર્ષ પછી તેમણે ફરી અમને લખ્યું છે- "‘ડિયર જિંદગી’ની પ્રેરણા માટે આભાર. એવું ઘણી વખત થયા છે કે આપણે નિર્ણયના ઘણા નજીક હોઇએ છે, પરંતુ કરી શકતા નથી. મારી સાથે પણ કંઇક આવું જ હતું. આવા સમયમાં તમે જાણે બંધ રૂમમાં દિવો સળગાવી દીધો. મેં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. થોડી મુશ્કેલી, ધમકીનો સામનો કર્યા બાદ હું ખુશ, આઝાદ અને પોતાના પગ ઉપર ઉભી છું."

તેઓએ વધુમાં લખ્યું છે, ‘તે પણ પસાર થઇ જશે! વાળી વાત આશા, સ્નેહથી ભરેલી છે. તેમાં જીનવ પ્રત્યે ઉંડી આસ્થા છે. તે મને એટલું ગમ્યું છે કે ત્યારથી આ મારૂ વ્હોટ્સઅપ સ્ટેટ્સ છે.’ ચિત્રાજીના હોસલાને સલામ. એવા સંબંધ કે જેનાથી જિંદગીનો શ્વાસ ઘૂંટાવા લાગે, તેમાં અટક્યા રહેવું વ્યર્થ છે. કોઇ પણ પરંપરા, બંધન જીવનથી મોટું નથી. જિંદગી પર કોઇને ભારે ન પડવા દો!

જિંદગી સુંદર દ્રશ્યોથી ભરેલી, પરંતુ ભયાનક વળાંક વાળી ખીણ છે. તેમાં ઘણા ખતરા છે, ઝડપી વળાંક છે, ક્યાંક તે વળાંક પણ છે, પરંતુ છેલ્લે આ મુસાફરીમાં જ આંનદ છે. એટલા માટે, કેવો પણ સમય આવે, તેનો સામનો કરો. પીછે હટ ના કરો, ભયભીત ન થાવ. બસ દર વખતે. વારંવાર કહેવાનું છે, ‘તે પણ પસાર થઇ જશે.’ 

જે રીતે ચિત્રાના જીવનથી દુખના વાદળો સમય બદલાતા જતા રહ્યાં. તે રીતે તમારા જીવનમાં પણ કોઇ મુશ્કેલી છે, તો તેનો અર્થ માત્ર એટલો છે કે તમારી જિંદગીમાં આશાનો સૂરજ ઉગવાનો છે. માત્ર, તેની પ્રતિક્ષા, જીવન પ્રત્યે ઉંડી આસ્થાની સાથે કરવાની છે. જીવન પ્રત્યે ઉંડી આસ્થાને વધુ ઉંડાણ પૂર્વક, ખાનગી સ્તર પર અનુભવ કરવા, તેમાં સહાયતા માટે એક પુસ્તક હું હમેશાં દરેકને સૂચન કરું છું. સમય કાઢી, તમે પણ વાંચજો, અમૃતલાલ નાગરની અમર રચના ‘નાચ્યૌ બહુત ગોપાલ’. એમેઝોન પર સરળતાથી મળી જશે. રાજપાલ પ્રકાશનમાંથી આવી છે. કિંમત માત્ર 245 રૂપિયા.

જીવનના રાગમાં જો ક્યારે પણ કોઇ લય ટૂટી રહી છે તો જોડાઇ જશે. જે કોઇ વાંચકને આ પુસ્તક પસંદ ના આવે તો તેના પૈસા હું આપવાની ગેરેન્ટી લઉ છું. આ પુસ્તક જિંદગી પ્રત્યે એકદમ ગંગા જેવી આસ્થાથી ભરેલી છે. તો આગળ જિંદગીના સફરમાં જ્યારે પણ કોઇ મુશ્કેલ રસ્તો મળે, તો બસ એટલું ધ્યાન રાખો, ‘તે પણ પસાર થઇ જશે!’

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

તમારી પ્રિય કોલમ ડિયર જિંદગી અંગે જરૂરી સુચના::

6 માર્ચથી આ કોલમ તમને Zee News ની વેબસાઇટ પર વાંચવા નહીં મળે, હવેથી તમે આ કોલમને ફેસબુક પેજ (https://www.facebook.com/dayashankar.mishra.54) અને ટ્વિટર (https://twitter.com/dayashankarmi) પર વાંચી શકો છે. ઇ-મેઇલ પણ બદલાયો છે. નવા ઇ-મેઇલ પર તમે અમારી સાથે સંવાદ કરી શકો છો અને આ ઉપરાંત ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ જોડાઇ શકો છો. 

(ઇ-મેઇલ : Dayashankarmishra2015@gmail.com)
તમારા સવાલ અને સુચન આ ઇનબોક્સમાં જણાવો:
(https://twitter.com/dayashankarmi)
https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news