ઠંડા કલેજે કુટુંબના 6 લોકોની હત્યા કરી નાખનારી જોલીએ પોલીસને જે કહ્યું, જાણીને આઘાત લાગશે

સાઈનાઈડ આપીને વારા ફરતી પરિવારના સભ્યોની હત્યા કરવાનો જેના પર આરોપ લાગ્યો છે તે જોલી થોમસે પોલીસને જણાવ્યું કે તેને મોત અને તે અંગેના સમાચારો ગમે છે.

Updated By: Oct 14, 2019, 10:23 AM IST
ઠંડા કલેજે કુટુંબના 6 લોકોની હત્યા કરી નાખનારી જોલીએ પોલીસને જે કહ્યું, જાણીને આઘાત લાગશે
ફાઈલ તસવીર

કોઝિકોડ: સાઈનાઈડ આપીને વારા ફરતી પરિવારના સભ્યોની હત્યા કરવાનો જેના પર આરોપ લાગ્યો છે તે જોલી થોમસે પોલીસને જણાવ્યું કે તેને મોત અને તે અંગેના સમાચારો ગમે છે. જોલી થોમસે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે 2002થી 2016ની વચ્ચે તેના પરિવારના 6 લોકોની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ જોલી થોમસે એ વાતનો ખુલાસો કર્યો કે મોત અને તે સંબંધિત સમાચારો વાંચવા તેને ગમે છે. પૂછપરછ વખતે તેણે જણાવ્યું કે હવે તે કોઈના મોતના અહેવાલ સાંભળવા માંગતી નથી સિવાય તેના પોતાના. 

મઉમાં રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 2 માળની ઈમારત ધરાશાયી, 7 લોકોના મોત, અનેક દટાયાની આશંકા

એવો પણ ખુલાસો થયો છે કે જોલીએ આ બધુ કર્યું તેની પાછળનું કારણ એ હતું કે તે આલીશાન જીવન જીવવા માંગતી હતી અને તેને આશા નહતી કે તે પકડાઈ જશે. લોકો તેને એક સારી ગૃહિણી સમજતા હતાં અને તેનું આ સ્વરૂપ જોઈને ખુબ સ્તબ્ધ થયા છે. દારૂની શોખીન જોલીના લગ્નેત્તર સંબંધ હતાં. 

જુઓ LIVE TV

પોલીસે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે તે હંમેશા બેગમાં પોતાની સાથે સાઈનાઈડ રાખતી હતી. એસપી કે જી સાઈમને રવિવારે કહ્યું કે બુધવારે તેની છ દિવસની પોલીસ કસ્ટડી ખતમ થઈ રહી છે. જો જરૂર પડી તો આગળ વધુ કસ્ટડી માંગવામાં આવશે. 

તેમણે કહ્યું કે તપાસ યોગ્ય રીતે થઈ રહી છે. બધી છ હત્યા કર્યાનો જોલીએ સ્વીકાર કર્યો છે. ત્રણ આરોપીઓ સામે પુરતા પુરાવા છે. સાઈમને વધુમાં કહ્યું કે જોલી થોમસના બીજા પતિ શાજૂ અંગે હજુ કશું કહી શકાય નહીં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...