)
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ દરમિયાન પોલીસે એક મોટો પુરાવો મળ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે, શંકાસ્પદો પાસે હ્યુન્ડાઇ i20 ઉપરાંત બીજી એક કાર પણ હતી. આ પછી દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને સરહદી ચોકીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. કાર DL 10 CK 0458નો રજિસ્ટ્રેશનની જાણકારી ઉમર ઉન નબીના નામે અને રાજૌરી ગાર્ડન RTO પરથી 22 નવેમ્બર 2017ના રોજની જણાવવામાં આવી છે.
દિલ્હી પોલીસે તમામ ટીમોને લાલ રંહની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર શોધવા માટે સૂચના આપી છે. આ કારને લઈ હવે પાંચ ટીમો સતત અલગ-અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે જ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. તેમજ નજીકના ટોલ પ્લાઝા પરથી પણ કાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, પોલીસને સૂચના આપી છે કે, કોઈપણ લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ, ખાસ કરીને DL10CK0458 નંબર તાત્કાલિક રોકવા અને પકડવામાં આવે. પેટ્રોલિંગ પર અથવા ચોકીઓ પર તૈનાત તમામ સ્ટાફને સંપૂર્ણપણે સશસ્ત્ર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પોલીસ ચોકીઓ અને બોર્ડર ચેકપોઇન્ટ સતર્ક
આ દરમિયાન ફરીદાબાદનો 29 ઓક્ટોબરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ ફૂટેજ પેટ્રોલ પંપ પાસેનો છે, જે પોલ્યુશન ચેક કરાવતા પહેલાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં કારમાં ત્રણ લોકો જોવા મળી રહ્યા છે. તપાસ એજન્સીઓ અનુસાર, ઉમર અને તારિક પોતે પોલ્યુશન ચેક કરાવવા આવ્યા હતા.
ફૂટેજમાં એક મિનિટ અને પાંચ સેકન્ડમાં બે માણસો બેગ લઈને જતા દેખાય રહ્યા છે, જેમની ઓળખ ઉમર અને તારિક તરીકે થઈ છે. પોલીસ હવે તેમની ગતિવિધિઓની તપાસ કરી રહી છે. આ કેસના સંદર્ભમાં પોલીસે રોયલ કાર ઝોનના માલિકની અટકાયત કરી છે.
લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કારની શોધખોળ
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માલિકને લઈ ગઈ હતી. હવે દુકાન બંધ છે અને સાઇનબોર્ડ પરના બધા નંબર ગાયબ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટમાં વપરાયેલી હ્યુન્ડાઇ i20 આ જ રોયલ કાર ઝોનમાંથી વેચાઈ હતી.