Delhi Blast: વધુ એક ડોક્ટરનું આતંકી કનેક્શન, દિલ્હી ધડાકા સાથે 4 ડોક્ટરોનું શું કનેક્શન? આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે બધા

White Collar Terror Doctors Connection: દિલ્હીના  લાલ કિલ્લા મેટ્રો પાસે થયેલા કાર વિસ્ફોટમાં 9 લોકોના જીવ ગયા અને 20 લોકો ઘાયલ થયા. આ વિસ્ફોટ સાથે ડોક્ટર કનેક્શન સામે આવ્યું છે. આ ઉપરાંત  છેલ્લા કેટલાક કલાકોમાં જે રીતે ડોક્ટરોની ધરપકડો થઈ છે તે પણ એક ચોંકાવનારી બાબત છે. 'વ્હાઈટ કોલર ટેરર' હવે દેશ માટે મોટો પડકાર બની રહ્યો હોય તેવું જણાય છે. 

Delhi Blast: વધુ એક ડોક્ટરનું આતંકી કનેક્શન, દિલ્હી ધડાકા સાથે 4 ડોક્ટરોનું શું કનેક્શન? આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે બધા

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે રવિવાર સાંજે થયેલા કાર વિસ્ફોટે રાજધાનીને હચમચાવી દીધી. સાંજે 6.52 કલાકે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા અને 20 જેટલા લોકો ઘાયલ થયા. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસની જમીન ધ્રુજી ઉઠી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો તે ઘટનાથી પહેલા લગભગ 3 કલાક સુધી સુનહરી મસ્જિદ પાસે પાર્ક કરાયેલી હતી. ધમાકા બાદ તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. જેના આધારે શક પેદા થયો થેકે આ વિસ્ફોટ ફિદાયીન હોઈ શકે છે. 

ડોક્ટરોનું કનેક્શન
ચોંકાવનારી વાત છે કે ધડાકાની બરાબર પહેલા સોમવારે સવારે જ જમ્મુ અને કાશ્મીર તથા ફરીદાબાદ  પોલીસે એક જોઈન્ટ ઓપરેશનમાં બે અલગ અલગ ઘરોમાંથી 2900 કિલો આઈઈડી બનાવવામાં વપરાતું કેમિકલ, હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી જૈશ એ મોહમ્મદ અને અંસર ગઝવાત- ઉલ- હિન્દ સંલગ્ન એક આંતરરાજ્ય આતંકી નેટવર્કના પર્દાફાશ દરમિયાન થઈ હતી. આ જપ્તી અને દિલ્હી ધમાકા વચ્ચેના સમયની નીકટતાએ એજન્સીઓની ચિંતા વધારી છે. 

Add Zee News as a Preferred Source

આ સાથે જ આ આતંકી હુમલામાં ડોક્ટર્સનું પણ કનેક્શન સામે આવ્યું છે. એટલે કે ધડાકામાં કોઈ પણ એક તાર પકડાય તો તે ક્યાંકને ક્યાંક એવા વ્યક્તિ સાથે જોડાઈ રહ્યા છે જે વ્યવસાયે ડોક્ટર છે. 

ડો. આદિલ અહેમદના લોકરમાંથી એકે-47 રાઈફલ મળી
ધડાકા પહેલાના ઘટનાક્રમમાં સૌથી પહેલા અનંતનાગમાં જમ્મુ કાશ્મીર પોલીસે ડો. આદિલ અહેમદ રાઠરની ધરપકડ કરી. તે અનંતનાગ મેડિકલ કોલેજમાં ડોક્ટર હતો અને તેના લોકરમાંથી પોલીસને રાઈફલ મળી હતી. રાઠરનો સંબંધ જૈશ એ મોહમ્મદ અને અંસાર ઉલ હિંદ સાથે મળી આવ્યો. 

મહિલા ડોક્ટરની કારમાંથી મળી અસોલ્ટ રાઈફલ
અન્ય ધરપકડ 7 નવેમ્બરના રોજ હરિયાણાના ફરીદાબાદથી થઈ જ્યાં અલ ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત લખનઉની એક મહિલા ડોક્ટર શાહીન શાહીદની કારમાંથી કેરોમ કોક નામની અસોલ્ટ રાઈફલ મળી. પોલીસ એ પણ જાણવામાં લાગી છે કે તેનો આ સમગ્ર નેટવર્કમાં શું રોલ હતો. હાલ તેની ઓળખ અને તસવીર જાહેર કરાઈ નથી. 

'રિસિન' ઝેર બનાવતો હતો ડો. અહેમદ મોહિયુદ્દીન
7 નવેમ્બરના રોજ ગુજરાત એટીએસે અહેમદ મોહિયુદ્દીન સૈયદ નામના ડોક્ટરને પકડ્યો. આ ડોક્ટર હૈદરાબાદનો રહીશ છે અને ચીનથી ભણ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે તે રિસિન નામનું ખુબ જ ઘાતક વિષ તૈયાર કરી રહ્યો હતો જે એરંડીના બીજમાંથી બને છે. તેણે દિલ્હીના આઝાદપુર મંડી, અમદાવાના નરોડા  ફ્રૂટ માર્કેટ અને લખનઉના આરએસએસ કાર્યાલય જેવા ભરચક વિસ્તારોની અનેક મહિનાઓ સુધી રેકી કરી હતી. 

ડો. મુઝમિલ પાસે મળ્યો 2900 કિગ્રા વિસ્ફોટક
આ ઓપરેશનમાં 10 નવેમ્બરના રોજ ચોથી મહત્વની ધરપકડ થઈ ફરીદાબાદથી. અહીં ડો. મુઝમિલ શકીલ નામનો કાશ્મીરી ડોક્ટર પકડાયો. તે પણ અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણતો હતો. તેની પાસેથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું. જે બોમ્બ  બનાવવામાં વપરાય છે. ત્યારબાદ મુઝમિલના અન્ય ઠેકાણેથી 2563 કિલો વિસ્ફોટક મળી આવ્યો. ફરીદાબાદ પોલીસે જણાવ્યું કે શકીલનો સંબંધ જૈશ જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે છે અને તે પહેલા પણ શ્રીનગરમાં આતંકી પોસ્ટર લગાવવામાં સામેલ રહ્યો છે. તેની ઓળખ અનંતનાગમાં પકડાયેલા અદીલ અહેમદ રાઠર પાસેથી મળેલી જાણકારી બાદ થઈ. 

ડો. ઉમર મોહમ્મદના નામ પર હતી કાર
બીજી બાજુ  તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ લાલ કિલ્લા પાસે જે કારમાં વિસ્ફોટ થયો તે  દક્ષિણ કાશ્મીરના પુલવામાના રહીશ ડો. ઉમર મોહમ્મદના નામ પર નોંધાયેલી છે. આ ડોક્ટર ઉમર ધડાકાના સમયે કારમાં હાજર હતો. 

વધુ એક ડોક્ટર પરવેઝ અંસારીનું કનેક્શન સામે આવ્યું
ફરીદાબાદ મોડ્યુલમાં વધુ એક ડોક્ટરનું કનેક્શન સામે આવ્યું. મળતી લેટેસ્ટ માહિતી મુજબ લખનઉની ઈન્ટીગ્રલ યુનિવર્સિટી સાથે જોડાયેલ ડોક્ટર પરવેઝ અંસારીના ઘર પર કાશ્મીર પોલીસ અને યુપી એટીએસના દરોડા પડ્યા. ડોક્ટર પરવેઝ અંસારીના મકાન પર દરોડા પડ્યા. લખનઉની ઈન્ટીગ્રલ યુનિ. સાથે જોડાયેલો છે આ ડો.પરવેઝ અન્સારી. જો કે હાલ તે ફરાર છે. પરવેઝ અન્સારીની કાર પર ઈન્ટીગ્રલ યુનિવર્સિટીનું સ્ટિકર લાગેલું મળી આવ્યું છે. 

આમ પકડાયેલા તમામ ડોક્ટરો માત્ર આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતા એટલું જ નહીં પરંતુ પોતે હથિયાર અને ઝેરી કેમિકલ તૈયાર કરતા હતા. આ ધરપકડોથી એકવાત સ્પષ્ટ થાય છે કે આતંક હવે દેશના પ્રતિષ્ઠિત શિક્ષિત વર્ગમાં પણ પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો છે એટલે કે શિક્ષણનો ઉપયોગ સફેદ કોટમાં કાળા કારનામા કરવા માટે થઈ રહ્યો છે. 

વ્હાઈટ કોલર ટેરર
ઓપરેશન સિંદૂરથી ધૂંધવાયેલા સરહદ પારના આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિન્દે ભારતમાં સૌથી મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું. જેના માટે તેમણે વ્હાઈટ કોલર ટેરર ઈકો સિસ્ટમ તૈયાર કરી અને એવા લોકોને આતંકી હુમલા માટે તૈયાર કર્યા જે ખુબ જ  ભણેલા ગણેલા પ્રોફેશનલ છે. જેના પર કોઈને પણ સરળતાથી શક જતો નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આવા લોકોને ભરતી કરતા પહેલા તેમની અનેક સ્તરે સ્ક્રીનિંગ થયું અને આખરે આ લોકોને ફાઈનલ કરવામાં આવ્યા.

પહેલેથી મળી ચૂક્યા હતા ઈનપુટ
સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતમાં થનારા આ હુમલાની તૈયારી ઓપરેશન સિંદૂરના કેટલાક મહિનાઓ બાદ થવા લાગી પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓને પહેલેથી જ તેની ગુપ્ત બાતમી મળી ચૂકી હતી. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓએ તે બધા સંદિગ્ધોના ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત ઈન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સને ઈન્ટરસેપ્શન પર લગાવી દીધી હતી. 

એજન્સીઓ પહેલેથી હતી એલર્ટ
છેલ્લા કેટલાક સમયથી તેમના પર સુરક્ષા એજન્સીઓની નજર હતી પરંતુ પોલીસે તેમને પકડ્યા નહીં. ઉલ્ટું રાહ જોવા માંડી કે તેમની પાસે આતંકી હુમલા સંલગ્ન વિસ્ફોટક અને હથિયાર ક્યારે પહોંચે છે. જેથી કરીને તેમના વિરુદ્ધ પુરતા પુરાવા ભેગા કરી શકાય. સુરક્ષા એજન્સીઓની નજર આ લોકોને મળતા ફંડિંગ ઉપર પણ હતી જેને સોશિયલ વર્ક અને ચેરિટીના નામે ભેગું કરાઈ રહ્યું હતું અને તેનો જ ઉપયોગ વિસ્ફોટકો અને લોજિસ્ટિક સપોર્ટ માટે થતો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news