Delhi Blast: હરિયાણા નંબરની કારમાં થયો બ્લાસ્ટ, સલમાનના નામે રજિસ્ટર્ડ છે i-20
Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે, બ્લાસ્ટ લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં થયો હતો.
Trending Photos
)
Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે લગભગ 6:56 વાગ્યે જે કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો તેનો રજિસ્ટ્રેશન નંબર હરિયાણાનો હોવાનું કહેવાય છે. આ કાર સલમાનના નામ પર રજિસ્ટર્ડ છે.
સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ચમાં ગુરુગ્રામમાં રજિસ્ટર્ડ સફેદ રંગની i-20 કારમાં થયો હતો. બ્લાસ્ટ થયેલ કારનો રજિસ્ટર્ડ નંબર HR 26 7674 સામે આવ્યો છે. હાલ તો તપાસ એજન્સી તપાસ કરી રહી છે અને સંપૂર્ણ નંબર શોધવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કર્યો. ગુરુગ્રામ પોલીસ ચકાસણી કરી રહી છે.
એવું કહેવાય છે કે, બ્લાસ્ટ પછી લગભગ એક ડઝન અન્ય વાહનોમાં પણ આગ લાગી. લગભગ 35 મિનિટની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત ફાયર યુનિટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સાવચેતી રૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત એન્ટી ટેરર યુનિટ સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જ્યારે NIA અને NSGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
આ બ્લાસ્ટ હાઈ ઈન્ટેંસિટીનો હતો અને આ બ્લાસ્ટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. કારમાં થયેલ બ્લાસ્ટની હાલમાં તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક નિષ્ણાતો આ મામલાની તપાસ કરી રહ્યા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ઇમારતો અને વાહનોની કાચની બારીઓ તૂટી ગઈ હતી.
જ્યારે આસપાસમાં પાર્ક કરેલા અન્ય ઘણા વાહનોમાં પણ આગ લાગી હતી અને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. જ્યારે આ બ્લાસ્ટ થયો તે સમયે આ વિસ્તાર ભારે ભીડ હતી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. વિવિધ એજન્સીઓના વાહનો અને ટીમો દરેક જગ્યાએ દેખાઈ રહી છે. બધી ટીમો પોતપોતાની રીતે કેસની તપાસ કરી રહી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














