Delhi Blast: કોણ છે આ ડો. ઉમર મોહમ્મદ? દિલ્હીમાં ધડાકો કરનારા સંદિગ્ધની પહેલી તસવીર-વીડિયો સામે આવ્યા

Delhi Blast Who is Umar Mohammad: દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા વિસ્ફોટ સંલગ્ન સીસીટીવી ફૂટેજ અને અનેક તસવીરો સામે આવી રહી છે. આ ફૂટેજમાં એક સફેદ હ્યુન્ડાઈ i20 કાર જોવા મળી રહી છે. જે વિસ્ફોટ પહેલા ઘટનાસ્થળે હતી. હવે વિસ્ફોટના સંદિગ્ધની પહેલી તસવીર અને વીડિયો પણ સામે આવ્યા છે. જાણો કોણ છે આ ડો. ઉમર મોહમ્મદ?

Delhi Blast: કોણ છે આ ડો. ઉમર મોહમ્મદ? દિલ્હીમાં ધડાકો કરનારા સંદિગ્ધની પહેલી તસવીર-વીડિયો સામે આવ્યા

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે 10 નવેમ્બર 2025ના રોજ સાંજે લગભગ 6.52 કલાકે એક સફેદ હુન્ડાઈ i20 કારમાં જોરદાર ધડાકો થયો જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. તપાસ એજન્સીઓ (દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, NIA, NSG) તેને ફિદાયીન હુમલો હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. કાર ફરીદાબાદથી દિલ્હી પહોંચી હતી અને સુનહરી મસ્જિદ પાસે 3 કલાક સુધી પાર્ક રહી હતી. વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં કારમાં એક વ્યક્તિ કાળા માસ્કમાં જોવા મળ્યો જે સંદિગ્ધ રીતે ડો. ઉમર મોહમ્મદ હોવાનું કહેવાય છે. તેની પહેલી તસવીર પણ સામે આવી છે. 

પહેલી તસવીર અને વીડિયો સામે આવ્યો
ધડાકાની બરાબર પહેલાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. તેમાં એક વ્યક્તિ કાળા માસ્કમાં કાર ચલાવતો જોવા મળે છે. પોલીસનો દાવો છેકે આ ડોક્ટર ઉમર મોહમ્મદ છે. તેની અસલ તસવીર પણ બહાર પાડવામાં આવી છે. જેમાં તે સાધારણ  ડોક્ટર લાગે છે. DNA ટેસ્ટથી પુષ્ટિ કરવામાં આવી રહી છે કે કારમાં મોત થયેલું તે વ્યક્તિ તે હતો કે નહીં. 

Add Zee News as a Preferred Source

— Zee News (@ZeeNews) November 11, 2025

પોલીસને ઘટનાસ્થળના સીસીટીવી જોતા જાણવા મળ્યું કે આઈ20 કાર બપોરેથી સુનહરી મસ્જિદના પાર્કિંગમાં ઊભી હતી અને સાંજે લગભગ 6.45 વાગે જ્યારે ટ્રાફિક પીક પર હતો ત્યારે તેને બહાર કાઢવામાં આવી. ગણતરીની મિનિટો બાદ કાર રેડ લાઈટ પર પહોંચી અને 6.51 આસપાસ ધડાકો થયો. 

— Zee News (@ZeeNews) November 11, 2025

કોણ છે સંદિગ્ધ ડોક્ટર ઉમર મોહમ્મદ
ડોક્ટર ઉમર મોહમ્મદ પુલવામા (જમ્મુ કાશ્મીર)નો રહીશ છે. તે એક એમબીબીએસ ડોક્ટર હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ તે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ, અને અંસાર ગઝવાત ઉલ હિન્દ સાથે જોડાયેલો છે. ફરીદાબાદમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ બાદથી તે ફરાર હતો. તેના બે ભાઈ પુલવામામાં પકડાઈ ચૂક્યા છે. પોલીસને 18 મોબાઈલ મળ્યા છે. જે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા હતા. 

— Zee News (@ZeeNews) November 11, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news