)
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરીને દેશને હચમચાવી નાખવાની કોશિશ કરનારા અલ ફલાહ યુનિવર્સિટીના આતંકી ડોક્ટર ઉમરનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઉમર મરતા પહેલા શહીદ થવાની વાતો કરતો નજરે ચડે છે. આ વીડિયો તપાસ એજન્સી NIAએ ડોક્ટર ઉમરના નીકટના સાથે અને ક્રાઈમ પાર્ટનર જસીર બિલાલ વાનીની ધરપકડ કર્યા બાદ તેના ફોનની તપાસ દરમિયાન જપ્ત કર્યો. અત્રે જણાવવાનું કે બિલાલને હવે દિલ્હી લાવવામાં આવ્યો છે.
NIAને ફોનમાંથી મળ્યો વીડિયો
બિલાલને આજે પરિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાશે. બિલાલને NIAએ જમ્મુ અને કાશ્મીરથી પકડ્યો હતો. દિલ્હીમાં ધડાકાથી દહેશત ફેલાવવાની કોશિશ કરનારા ડોક્ટર ઉમર નબીનો તે સહયોગી છે. ઉમર નબી સાથે મળીને બિલાલે બ્લાસ્ટનું ષડયંત્ર પણ રચ્યું હતું.
જુઓ વીડિયો
दिल्ली धमाके से पहले आतंकी उमर ने बनाया था अंग्रेजी में सेल्फी वीडियो, बेफिक्र होकर शहीद होने की बात करता दिखा, NIA को आतंकी जासीर बिलाल के फोन से मिला वीडियो #DelhiBlast #Umar #Video #Viral | #ZeeNews pic.twitter.com/Hq44PrQeIl
— Zee News (@ZeeNews) November 18, 2025
ક્યારનો છે આ વીડિયો
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ વીડિયો ફરિદાબાદમાં આતંકીઓના સેકડો કિલોના વિસ્ફોટક પદાર્થોની ખેપ જપ્ત થયા બાદ બનાવવામાં આવ્યો હતો.
અત્રે જણાવવાનું કે બિલાલ વાની પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ સાથે જોડાયેલો હતો. દિલ્હીમાં 10 નવેમ્બરે સ્યૂસાઈડ એટેક કરનારા વ્હાઈટ કોલર ટેરર મોડ્યૂલે આ અગાઉ હમાસની જેમ ડ્રોન અને રોકેટથી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. આ ખુલાસો ઉમરના સાથે જસીર બિલાલ ઉર્ફે દાનિશની ધરપકડ બાદ થયો હતો. ડોક્ટર મોડ્યૂલે દિલ્હી પર રોકેટ ને ડ્રોનથી હુમલાનું પ્લાન કર્યું હતું. જેમાં ડ્રોનને હથિયારોની જેમ ઉપયોગ કરવાની કોશિશ હતી અને બિલાલ જ તેમાં ડ્રોનને મોડિફાય કરવામાં લાગ્યો હતો અને એક લેબમાં સીધા રોકેટ બનાવવાની ફિરાકમાં હતો આ અલ ફલાહ યુનિવર્સિટીનો વ્હાઈટ કોલર ડોક્ટર આતંકી.
150થી વધુ ફોન ખોલશે પ્લાનિંગનું રહસ્ય!
દિલ્હીના લાલ કિલ્લાની સામે થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ એનઆઈએ કરી રહી છે. પરંતુ દેશના વિરુદ્ધ રચાયેલા ષડયંત્રનું રહસ્ય જાણવા માટે દેશભરના એન્ટી ટેરર યુનિટ્સ પોતાના સ્તર પર તપાસ કરી રહ્યા છે. જેમાં સૌથી મહત્વના છે 150થી વધુ ફોનના CDR અને એન્ક્રિપ્ટેડ કોલનું આઈપી એડ્રસ. જેથી કરીને કોલ ક્યાંથી આવ્યા છે તેની જાણકારી મળી શકે.
ફિદાયીન એટેકમાં માર્યા ગયેલા આતંકી ઉમરના સાથી જસીર બિલાલ ઉર્ફે દાનિશની ધરપકડ બાદ 68 મોબાઈલ નંબર તપાસનું કેન્દ્ર બની ગયા છે. સૂત્રો મુજબ આ નંબરો પર પાકિસ્તાન અને તુર્કિયેથી ફોન આવતા હતા. દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ સ્યૂસાઈડ એટેક કરનારા વ્હાઈટ કોલર ટેરર મોડ્યૂલે તે પહેલા હમાસની જેમ ડ્રોન અને રોકેટ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું.
જુઓ Video