આત્મઘાતી હુમલો નહીં, આતંકવાદીએ ગભરામણમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હી બ્લાસ્ટની પ્રારંભિક તપાસમાં શું આવ્યું સામે

Delhi Red Fort Blast: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલ બ્લાસ્ટની પ્રારંભિક તપાસ અંગે જે માહિતી મળી રહી છે તે ચોંકાવનારી છે. બ્લાસ્ટ કરનારાઓના ઇરાદાઓ ખૂબ જ ખતરનાક હતા.

આત્મઘાતી હુમલો નહીં, આતંકવાદીએ ગભરામણમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હી બ્લાસ્ટની પ્રારંભિક તપાસમાં શું આવ્યું સામે

Delhi Car Blast Initial Findings: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર બ્લાસ્ટને 24 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. આ બ્લાસ્ટ 10 નવેમ્બરની સાંજે લગભગ 6:52 વાગ્યે થયો હતો. જ્યારબાદ પોલીસે અને તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી હતી. જો કે, આ બ્લાસ્ટના ઘણા તથ્યો હજુ સંપૂર્ણપણે સામે આવવાના બાકી છે, પરંતુ ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર, પ્રારંભિક તપાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

પ્રારંભિક તપાસમાં શું મળ્યું?
1. સુરક્ષા એજન્સીઓએ આ ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે દરોડા પાડ્યા હતા, જેના કારણે ગભરાટ અને હતાશાને કારણે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો.

Add Zee News as a Preferred Source

2. આ બ્લાસ્ટ પ્રી-પ્લાન્ડ હતો કે એક્સિડેન્ટલ, તે તપાસ દરમિયાન જાણવા મળશે.

3. બોમ્બ સમય પહેલા જ ફાટી ગયો હતો અને સંપૂર્ણપણે ડેવલપ નહોતો, તેથી તેની અસર મર્યાદિત રહી.

4. ઘટનાસ્થળની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે, બ્લાસ્ટથી કોઈ ખાડો થયો નથી અને કોઈ છરા કે પ્રોજેક્ટાઈલ મળ્યા નથી.

5. આ બ્લાસ્ટ પહેલા સુરક્ષા એજન્સીએ દિલ્હી-એનસીઆર અને પુલવામામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા, જેના કારણે વધતા દબાણમાં ઉતાવળમાં પગલું ભર્યું.

6. શંકાસ્પદ વ્યક્તિએ આત્મઘાતી કાર બોમ્બ બ્લાસ્ટની નોર્મલ પેટર્નને ફોલો કરી ન હતી. તેણે ન તો કારને કોઈ ટાર્ગેટ સાથે ટકરાવી કે ન તો જાણી જોઈને ક્યાંય અથડાવી.

7. આ વાતો પરથી જાણવા મળે છે કે, એક મોટો હુમલો ટળી ગયો છે, જેનો શ્રેય "પેન-ઇન્ડિયા એલર્ટનેસ અને સસ્પેટ મોડ્યુલ પર કોઓર્ડિનેટેડ ક્રેકડાઉન"ને જાય છે.

ખતરનાક હતા ઇરાદાઓ 
આ રિપોર્ટ્સ પરથી જાણવા મળે છે કે, હુમલો કરનારા આંતકીના ઇરાદાઓ ખૂબ જ ખતરનાક હતા, તેઓ દિલ્હીને વધુ હચમચાવી દેવા માંગતા હતા, પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીઓની સતર્કતાથી એક મોટો હુમલો ટળી ગયો. જો કે, હજી પણ લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ ભીડવાળી જગ્યાઓમાં જવાનું ટાળી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news