તમારો એક મત નક્કી કરશે તમે શાહીન બાગની સાથે છો કે ભારત માતાનીઃ અમિત શાહ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગૃહપ્રધાન અમિત શાહ સતત આક્રમક જોવા મળી રહ્યાં છે. બુધવારે પણ નઝફગઢથી એકવાર ફરી તેમણે શાહીન બાગના સહારે કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. 

Updated By: Jan 29, 2020, 05:50 PM IST
તમારો એક મત નક્કી કરશે તમે શાહીન બાગની સાથે છો કે ભારત માતાનીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાહીન બાગના મુદ્દાને લઈને આક્રમક થઈ ગઈ છે. ભાજપના નેતાઓનું સંપૂર્ણ ધ્યાન હવે શાહીન બાગ પર જ છે અને તેને લઈને તે કેજરીવાલ સરકાર પર હુમલો કરી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નઝફગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ તમારો એક મત નક્કી કરશે કે તમે શાહીન બાગ વાળાની સાથે છો કે ભારત માતાની સાથે. 

દિલ્હીના નજફગઢમાં અમિત શાહે કહ્યું કે, અજીત ખડખડીને જીતાડવા માટે અહીં આવ્યો છું. આ સંપૂર્ણ ક્ષેત્ર વીર માતાઓ અને વીર જવાનોનું ક્ષેત્ર છે. 8 તારીખે તમે જ્યારે મતદાન કરો, તો એવું ન વિચારતા કે તમારો એક મત અજીત ભાઈને ધારાસભ્ય બનાવશે. તમારો એક મત દેશમાં તે સંદેશ આપશે કે નજફગઢ વાળા શાહીન બાગની સાથે છે કે ભારત માતાના પુત્રની સાથે છે. તમારો એક મત તે સંદેશ આપશે કે આ દેશને ક્યા રસ્તે ચાલવું છે. 

ઈન્ડિયાના બહાને શાહનું કેજરીવાલ પર નિશાન
આપ સરકાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, એક સરકાર એવી છે જે 5 વર્ષથી ખોટું બોલી રહી છે. એક જમાનામાં ઈન્દિરા જીની આસપાસ રહેતા લોકો કહેતા હતા કે ઈન્ડિયા ઇઝ ઈન્ડિયા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા. કેજરીવાલ જી, તમારા જૂઠનો પર્દાફાસ કર્યો તો દિલ્હીનું અપમાન કઈ રીતે, તમે ખુદને  દિલ્હી સમજો છો શું. દિલ્હી તમે નથી, દિલ્હી તો નઝફગઢના મતદાતા છે. 

તેમણે આગળ કર્યું કે, તમે કહ્યું હતું કે સરકાર બની તો સરકારી મકાન કોઈ લે, સરકારી ગાડી કોઈ નહીં લે. સરકાર બન્યા બાદ પ્રથમ કામ હતું સરકારી મકાન લેવું, ગાડી લેવી. એક હજાર શાળા ખોલવાના હતા, ગામ વાળા જણાવો તમારા વિસ્તારમાં શાળા ખુલી. કેજરીવાલ જી દિલ્હી તમારી પાસે 50 કોલેજ માગે છે. સીસીટીવી લગાવ્યા પરંતુ તેની સિસ્ટમ ન લાગી. ફુટેજ વિના કેમ પકડાશે. કેમેરા પણ 50 લાખ નથી લગાવ્યા. 

કેજરીવાલ સરકાર પર સાધ્યું નિશાન
ગૃહ પ્રધાને આગળ કહ્યું કે, તમે કહ્યું હતું કે ફ્રી વાઈ-ફાઈ આપશું, ક્યાંય આવ્યું શું. તેમણે કહ્યું હતું કે યૂરોપ જેવા રસ્તા બનાવશે, પરંતુ ખ્યાલ આવતો નથી કે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા. કહ્યું હતું કે યમુનાને નિર્મલ કરી દેશું તો હું કેજરીવાલને ચેલેન્જ આપું છું કે તે પોતાનો શર્ટ ઉતારીને યમુનામાં ડુબકી લગાવીને દેખાડે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...