દિલ્હી: કિશોરીની સાથે દુષ્કર્મનાં આરોપમાં મૌલવીની ધરપકડ

ગાઝીપુરથી અપહરણ કરાયેલ યુવતી સાથે દુષ્કર્મ કરવાનાં મુદ્દે ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી

દિલ્હી: કિશોરીની સાથે દુષ્કર્મનાં આરોપમાં મૌલવીની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હીનાં ગાઝીપુરથી અપહ્યત કિશોરી સાથે દુષ્કર્મ મુદ્દે ક્રાઇમ બ્રાંચેમદરેસાનાં મૌલવીની પણ ધરપકડ કરી લીધી છે. અગાઉ કેટલાક લોકોએ મૌલવીનાં ઘરે પણ તોડફોડ કરી હતી. પોલીસે તોડફોડમાં રહેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. ક્રાઇમ બ્રાંચ આ મુદ્દે મૌલવીની ભુમિકાની તપાસ કરી રહી છે. ગત્ત 21 એપ્રીલે સાંજે કિશોરીને અચાનક ગાઝીપુરમાં પોતાનાં ઘર પાસેથી ગુમ થઇ ગઇ હતી. તે જ સાંજે ગાંઝીપુર પોલીસને ઘટના અંગેની માહિતી અપાઇ હતી.

પોલીસે તપાસ ચાલુ કર્યા બાદ સીડીઆર દ્વારા યુવતી સુધી પહોંચી હતી. કિશોરી ગાઝીયાબાદનાં એક મદરેસામાં હતી. બીજી તરફ ગાઝીયાબાદ અને દિલ્હી પોલીસે દરોડા પાડ્યા અને કિશોરીને ઝડપી હતી. ક્રાઇમ બ્રાંચ મેદરેસાનાં મૌલવી અને એક 17 વર્ષીય યુવકની પણ પુછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ મળ્યો હતો જેમાં તે યુવકની સાથે જઇ રહી હોવાનું દેખાય છે. 

હવે ક્રાઇમ બ્રાંચ દ્વારા મદરેસાનાં મૌલવી ગુલામ શાહિદની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ પણ પોક્સો એખ્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોમવારે યુવતીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. કિશોરીએ જણાવ્યું કે, તેને 17 વર્ષીય યુવક પોતાની સાથે ગાઝીયાબાદનાં અર્થલા વિસ્તારનાં મદરેસામાં લાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે યુવતીની મેડિકલ તપાસ કરાવી હતી. કિશોરીને કિશોર સાથે સુધારગૃહમાં મોકલવામાં આવી છે. કિશોરીનાં પરિવારનો આરોપ છે કે તેનો ગેંગરેપ થયો છે. મદરેસાની અંદર મૌલવી અને અન્ય લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news