)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીની શિક્ષણ સંબંધિત સ્નાતની ડિગ્રીનો ખુલાસો કરવાના કેન્દ્રીય સૂચના પંચ (CIC) ના આદેશને દિલ્હી હાઈકોર્ટે રદ્દ કરી દીધો છે. દિલ્હી યુનિવર્સિટીએ કેન્દ્રીય સૂચના પંચના આદેશને પડકાર્યો હતો. CIC એ 2016મા દાખલ એક RTI અરજીના આધાર પર દિલ્હી યુનિવર્સિટીને પ્રધાનમંત્રી મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રીથી સંબંધિત જાણકારીનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો.
'શૈક્ષણિક રેકોર્ડ અને ડિગ્રીનો ખુલાસો કરવો ફરજીયાત નથી'
દિલ્હી હાઈકોર્ટના જજ સચિન દત્તાના આદેશ અનુસાર શૈક્ષણિક રેકોર્ડ અને ડિગ્રીનો ખુલાસો કરવો ફરજીયાત નથી. પીએમ મોદીના એકેડમિક રેકોર્ડના ખુલાસાને લઈને આ કાયદાકીય લડાઈ વર્ષોથી ચાલી રહી છે. સૂચનાના અધિકાર (આરટીઆઈ) હેઠળ અરજી દાખલ કર્યા બાદ કેન્દ્રીય માહિતી પંચે 1978માં બીએની પરીક્ષા પાસ કરનાર બધા વિદ્યાર્થીઓના રેકોર્ડના નિરીક્ષણની 21 ડિસેમ્બર, 2016ના મંજૂરી આપી હતી. પીએમ મોદીએ પણ આ પરીક્ષા પાસ કરી હતી.
CIC એ ડિગ્રી જાહેર કરવાનો આપ્યો હતો આદેશ
યુનિવર્સિટીએ ત્રીજા પક્ષથી સંબંધિત જાણકારી ન આપવાનો હવાલો આપતા તેનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ મુખ્ય સૂચના પંચે આ તર્કનો સ્વીકાર ન કર્યો અને ડિસેમ્બર 2016મા ડીયુને નિરીક્ષણની મંજૂરી આપવાનો આદેશ આપ્યો. સીઆઈસીએ કહ્યું કે કોઈપણ જાહેર વ્યક્તિ ખાસ કરી પ્રધાનમંત્રીની શૈક્ષણિક યોગ્યતાઓ પારદર્શી હોવી જોઈએ. સીઆઈસીએ તે પણ કહ્યું હતું કે આ જાણકારીવાળા રજીસ્ટરને એક જાહેર દસ્તાવેજ માનવામાં આવશે.
આ આદેશ વિરુદ્ધ દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં તેનું પ્રતિનિધિત્વ ભારતના સોલિસિટર જનરલ તુષાર મેહતા અને તેમની કાયદાકીય ટીમે કર્યું હતું. તુષાર મેહતાએ તર્ક આપ્યો કે ડેટા જાહેર કરવાથી એક ખતરનાક પરંપરા બનશે, જેનાથી સરકારી અધિકારીઓના કામકાજમાં વિઘ્ન ઉભું થઈ શકે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો રાજકીય ઉદ્દેશ્યોથી પ્રેરિત થઈ રેકોર્ડ જાહેર કરવાની વકાલત કરી રહ્યાં છે.