)
Delhi Suicide Case : દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ અને ફેમસ કમલા પસંદ બ્રાન્ડના કમલ કિશોર ચૌરસિયાની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સમાચાર એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસને તપાસ દરમિયાન એક ડાયરી અને એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં દીપ્તિએ તેના પતિ સાથેના સંબંધોમાં તણાવની ફરિયાદ કરી હતી...
પ્રસિદ્ધ પાન મસાલા કંપનીના માલિક કમલ પસંદના ઘરેથી આવેલા દુ:ખદ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ઉદ્યોગપતિ કમલ કિશોર ચૌરસિયાની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ વસંત વિહારમાં તેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. ઘરમાંથી એક હાથથી લખેલી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે, અને પોલીસ તેનું કારણ જાણવા માટે તેની તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. દરમિયાન, દીપ્તિ અને તેના પતિ હરપ્રીત ચૌરસિયા વચ્ચેના વિવાદના અહેવાલો પણ બહાર આવ્યા છે.
મંગળવારે સાંજે દીપ્તિ તેના ઘરમાં લટકતી મળી આવી હતી. સમાચાર એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે તપાસ દરમિયાન એક ડાયરી અને એક સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં દીપ્તિએ તેના પતિ સાથેના સંબંધોમાં તણાવની ફરિયાદ કરી હતી. વધુમાં, દીપ્તિએ પોતાની સુસાઇડ નોટમાં "પ્રેમ નથી, વિશ્વાસ નથી" લખીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
દીપ્તિ અને હરપ્રીતના લગ્ન 2010 માં થયા હતા. તેમને 14 વર્ષનો પુત્ર પણ છે. પોલીસ કહે છે કે હાલમાં આ કેસની તમામ દ્રષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દીપ્તિના પતિ હરપ્રીતના બે લગ્ન હતા. એવું કહેવાય છે કે તેણે બીજી વાર દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.
સમાચાર એજન્સી ANI અનુસાર, પોલીસને એક ડાયરી મળી છે જેમાં દીપ્તિએ તેના પતિ સાથેના તેના વિવાદોનો ઉલ્લેખ કર્યો છે.
દીપ્તિએ ડાયરીમાં લખ્યું છે, "જો કોઈ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ નથી, તો તેમાં રહેવાનું અને જીવવાનું કારણ શું છે? હું હવે તે સહન કરી શકતી નથી. મારા દીકરાને માતાના આશીર્વાદ." પોલીસના જણાવ્યા અનુસાર, દીપ્તિ અને તેનો પતિ અલગ ઘરમાં રહેતા હતા.
દીપ્તિએ 2010 માં હરપ્રીત ચૌરસિયા સાથે લગ્ન કર્યા હતા. તેમને 14 વર્ષનો એક પુત્ર છે. હરપ્રીતના બે વાર લગ્ન થયા હોવાનું કહેવાય છે. તેમની બીજી પત્ની દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમને એક પુત્રી પણ છે.