)
હાપુડ: દિલ્હીના લાલ કિલ્લાની સામેના પાર્કમાંથી 1 કરોડ રૂપિયાનો કળશ ચોરનાર ભૂષણ વર્મા ખૂબ જ ચાલાક નીકળ્યો. તે યુટ્યુબ પર જૈન ધાર્મિક કાર્યક્રમો શોધતો હતો. તે ફક્ત જૈન ધાર્મિક કાર્યક્રમો પર નજર રાખતો હતો. તેનું કારણ એ હતું કે આ કાર્યક્રમોમાં હીરા અને મોતી જડિત કળશની પૂજા કરવામાં આવે છે. ભૂષણે વિચાર્યું કે તે બધાને મૂર્ખ બનાવીને છટકી જશે, પરંતુ તે તેમ કરી શક્યો નહીં.
પાર્કની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં ભૂષણ વર્માની તસવીર કેદ થઈ ગઈ હતી. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે જે ફોટો સૌથી સ્પષ્ટ આવ્યો, તેને સ્પેશિયલ સોફ્ટવેરથી યુક્ત કેમેરાથી સ્કેન કર્યો. જાણવા મળ્યું કે આ ફોટોનો ઉપયોગ Paytm એપની પ્રોફાઇલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. પોલીસને થોડી મિનિટોમાં ભૂષણ વિશે વિશે માહિતી મળી. પ્રોફાઇલ બનાવવા સમયે જે મોબાઇલ નંબર નાખવામાં આવ્યો હતો તે બંધ નીકળ્યો. પોલીસે આ નંબરના સહારે ભૂષણનો નવો નંબર શોધી લીધો.
નવા મોબાઇલ નંબરથી જાણવા મળ્યું લોકેશન
નવા મોબાઇલ નંબર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ભૂષણના લોકેશન વિશે જાણવા મળ્યું. સામે આવ્યું કે તે હાપુડના અસૌડા ગામમાં છુપાયો છે. હાપુડ પોલીસની સાથે મળી તેને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે ભૂષણની પાસેથી ચોરી કરેલ સોના અને કિંમતી પથ્થરોથી જડીત કળશ સહિત 10 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.
સટ્ટાની લતને કારણે બધુ બરાબાદ થયું
પૂછપરછમાં જાણવા મળ્યું કે ભૂષણનું પહેલા સોનાની જ્વેલરીનું કામ હતું, પરંતુ તેને સટ્ટાની આદત પડી અને બધુ બરબાદ થયા બાદ તે ચોર બની ગયો હતો. પોલીસને આરોપી પાસેથી 1.5 કરોડ રૂપિયાથી વધુની ચોરીની વસ્તુઓ મળી છે.
બે કળશ વેચી ચૂક્યો છે
આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે 15 ઓગસ્ટ પાર્કમાં જૈન સમુદાયના દસલક્ષણ મહાપર્વ દરમિયાન બનાવવામાં આવેલા જૈન ઉત્સવ પંડાલમાં બની હતી. ભૂષણ વર્મા જૈન અનુયાયીના વેશમાં કાર્યક્રમમાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું. તેણે આયોજકો સાથે મિત્રતા કરી હતી. તક મળતાં જ તે તેની બેગમાં કળશ લઈને ત્યાંથી ભાગી ગયો. તેણે પોલીસને જણાવ્યું કે તે પહેલાથી જ બે કળશ વેચી ચૂક્યો છે. પોલીસે સોનાના ગલન કરનાર અને સોના ખરીદનાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
2016મા જઈ ચૂક્યો છે જેલ
તમને જણાવી દઈએ કે ભૂષણ વર્મા કળશ ચોરીની ઘણી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. પાછલા વર્ષે તેણે દિલ્હીના લાલ મંદિર અને અશોક વિહાર મંદિરમાંથી કળશ ચોર્યો હતો. તેના પર પાંચ કેસ નોંધાયેલા છે. 2016મા તે ચોરીના મામલામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે.