45 ડિગ્રી ગરમી છતા લાખો લોકોની હાજરી વડાપ્રધાનની લોકપ્રિયતા અંગે ઘણુ કહી જાય છે....
વડાપ્રધાને એક્સપ્રેસ હાઇવેનું ઉદ્ધાટન કર્યું તેમાં 45 ડિગ્રી ગરમીમાં પણ લોકો વડાપ્રધાનની ઝલક મેળવવા માટે આતુર હતા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 7500 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઇવેનાં પહેલા ફેઝનું ઉદ્ધાટન કર્યું હતું. જેનાં કારણે દિલ્હી મેરઠની યાત્રીનાં સમયમાં મોટો ઘટાડો આવશે. દિલ્હીનાં સરાય કાલે ખાથી યુપી ગેટ સુધીનાં આ 14 લેનનાં રાજમાર્ગનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન એખ ખુલી કારમાં બેસીને રાજમાર્ગની બંન્ને તરફ મોટા પ્રમાણમાં એકત્ર લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. 45 ડિગ્રી ગરમીમાં પણ લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે આતુર હતા.
રસ્તા પર વડાપ્રધાન મોદી ઉપરાંત પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ અન્ય એક ખુલ્લી કારમાં મોદીની સાથે ચાલી રહ્યા હતા. આ રોડ શો નિઝામુદ્દીન પુલથી ચાલુ થયો હતો. તે દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઇવેથી 9 કિલોમીટર લાંબા પહેલા ચરણની શરૂઆતી હિસ્સો છે. આ માર્ગ પર છ કિલોમીટર ચાલ્યા બાદ મોદી ઉત્તરપ્રદેશનાં બાગપત માટે રવાના થયા હતા. અહીં તેમણે દેશનાં પ્રથમ સ્માર્ટ અને હરિયાળા રાજમાર્ગ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ હાઇવેનું ઉદ્ધાટન કર્યું હતું.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત અનુસાર દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઇવેનો પહેલા તબક્કો 14 લેનનાં રાજમાર્ગ પર 9 કિલોમીટર માર્ગનું નિર્ણ 842 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઇવે પર દિલ્હીથી ડાસના વચ્ચે 28 કિલોમીટર માર્ગ પર એખ સાઇકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે.