દોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી

બુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા.

Updated By: Feb 12, 2020, 05:30 PM IST
દોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોને હજુ સુધી ફાંસી થઈ નથી. નિર્ભયાના દોષી દર વખતે દાવ-પેંચ અજમાવીને ફાંસી ટાળવાનો રસ્તો કાઢી લે છે. આ કારણે નિર્ભયાના માતા-પિતા સહિત લોકોમાં ખુબ ગુસ્સો છે. લાંબી કાયદાકીય લડાઈ છતાં દોષીતોને ફાંસી ન મળવા અને વારંવાર તારીખમાં થઈ રહેલા ફેરફારથી નારાજ નિર્ભયાના માતા-પિતા અને મહિલા કાર્યકર્તા યોગિતા ભયાના સહિત અન્યએ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર નારેબાજી કરી હતી. 

બુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા. આ સાથે નિર્ભયાના માતા-પિતા હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર ધરણા પર બેસવાની તૈયારી કરી રહ્યાં છે. 

આ પહેલા બુધવારે કોર્ટે નિર્ભયાના દોષી પવન ગુપ્તાને કાયદાકીય સલાહ માટે વકીલનો પ્રસ્તાવ રાખ્યો. કોર્ટે કહ્યું કે, નિર્ભયાના દોષી છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય સહાયતા મેળવવાના હકદાર છે. કોર્ટે જેલ સુપરિટેન્ડેટને નિર્દેશ આપ્યો કે, દોષી પવનને કાયદાકીય સહાયતા માટે પોતાની પસંદગીના વકીલને ચૂંટવા દો. 

આ સાથે એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ નિર્ભયાના દોષી પવન દ્વારા પોતાના વકીલને હટાવવા અને દલીલ માટે બીજા વકીલની નિમણૂંક કરવામાં થઈ રહેલા વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. તો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA)એ નિર્ભયાના દોષી પવનના પિતાને વકીલોનું એક લિસ્ટ આપ્યું છે અે તેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહ્યું છે. 

નિર્ભયા મામલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિશેષ લોક ફરિયાદીએ કહ્યું કે, બધા દોષીતો અને તેના વકીલને નોટિસ જારી કરવામાં આવી છે. આ દરમિયાન એન.પી. સિંહે નિર્ભયાના દોષી પવન ગુપ્તા તરફથી નોટિસનો સ્વીકાર કરવાથો તે કહીને ઇનકાર કરી દીધો કે હવે તે પવનના વકીલ નથી. 

નિર્ભયાના દોષી પવનના પિતાએ કોર્ટને જણાવ્યું કે, હવે એક નવો વકીલ કરીશું. પરમ દિવસ સુધી નવા વકીલ આવી જશે. જજે દોષી પવન ગુપ્તાના પિતા હીરાલાલ ગુપ્તાને કહ્યું કે, તમને સરકાર તરફથી વકીલ અપાવી શકીએ છીએ. તમને પાણીની પાસે લાવી શકાય છે, પરંતુ પાણી પીવું કે ન પીવાનો નિર્ણય તમારે કરવાનો છે. 

તમને જણાવી દઈએ કે નિર્ભયાના દોષી પવને અત્યાર સુધી ક્યૂરેટિવ પિટીશન પણ કરી નથી. જો સુપ્રીમ કોર્ટ નિર્ભયાના દોષી પવનની ક્યૂરેટિપ પિટીશન નકારી દે તો, તેની પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ બચે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...