દિલ્હી પોલીસે કેજરીવાલને 3 કલાકમાં 150 સવાલો પુછ્યા: પોલીસે કહ્યું સંતુષ્ટ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે શુક્રવારે ત્રણ કલાક સુધી પુછપરછ કરી

દિલ્હી પોલીસે કેજરીવાલને 3 કલાકમાં 150 સવાલો પુછ્યા: પોલીસે કહ્યું સંતુષ્ટ

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હી પોલીસે શુક્રવારે ત્રણ કલાક સુધી પુછપરછ કરી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસનાં અધિકારીઓએ કહ્યું કે, મુખ્યમંત્રીએ સારી પદ્ધતીથી જવાબ આપ્યો, તેઓ તેનાં જવાબથી સંતુષ્ટ છે. જો કે તેની સાથે જ પોલીસે તેમ પણ કહ્યું કે, કેજરીવાલે કેટલાક સવાલોનાં સંતોષજનક જવાબ નથી આપ્યા. તેમ પુછપરછ દિલહીનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી મુદ્દે થઇ.

મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસ ટીમમાં ત્રણ કલાકની પુછપરછ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલને 150 જેટલા સવાલ પુછાયા હતા. પુછપરછ પુર્ણ થતાની સાથે જ કેજરીવાલે તુરંત જ એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, દિલ્હીમાં તમે વધતી લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કામને અટકાવવા માંગે છે. માટે LG અને દિલ્હી પોલીસ અમારો પીછો છોડ્યો છે. 

દિલ્હી પોલીસ દ્વારા સેંકડો કેસ મારા પર મંત્રીઓ, મારા ધારાસભ્યો અને સંબંધીઓ પર કર્યા છે એક એક કરીને તમામ કોર્ટમાં ફગાવાઇ રહ્યા છે. ભારતનાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, આટલા કેસમાં કોઇ મુખ્યમંત્રીની પુછપરછ થઇ હોય અને પોલીસની રેડ કરાવવામાં આવી હોય. પોલીસનો એક જ ઇરાદો છે અમને પરેશાન કરવાનો અને અમને બદનામ કરવાનું. પરંતુ જનતા અમારી સાથે છે. જનતા સૌ કોઇ જાણે છે. અમે અંતિમ શ્વાસ સુધી દેશનાં માટે કામ કરતા રહીશું.

આજે પોલીસે મારી પુછપરછ કરી. ખુબ જ સારા વાતાવરણમાં પુછપરછ થઇ. હું પોલીસનો આભાર વ્યક્ત કરૂ છું. પોલીસનો કોઇ દોષ નથી. પોલીસ પર ખોટા કેસ કરવાનો ખુબ જ દબાણ છે. અમે દરેક કેસમાં તપાસ એઝન્સીઓનો સહયોગ કરતા રહીશું. જેવા અન્ય કેસ કોર્ટમાં ફગાવી શકાય. બાકી કેસો પણ કોર્ટમાં ફગાવી દેવાશે, કારણ કે તમામ કેસ ખોટા છે અને રાજનીતિથી પ્રેરિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news