દિલ્હી બ્લાસ્ટ વપરાયેલી કારના ટાયર-બોનેટની તપાસ શરૂ... સ્થળ પરથી ફોરેન્સિક ટીમને મળ્યા '42 પુરાવા'
Delhi Red Fort blast: દિલ્હી બ્લાસ્ટ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા હવે તપાસ એજન્સી એકત્રિત કરવાનું શરૂ કરી રહી છે. જેમાં આજે ફોરેન્સિક ટીમે કુલ 42 પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં બ્લાસ્ટમાં વપરાયેલી i20 કારના બે ટાયર, ચેસીસ, CNG સિલિન્ડર અને કારના બોનેટના ભાગોનો સમાવેશ થાય છે.
Trending Photos
)
Delhi blast Update: દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ સ્પોટ પરથી ફોરેન્સિક ટીમે લગભગ 42 પુરાવા એકત્રિત કર્યા છે. જેની આવતીકાલથી લેબ તપાસ શરૂ થશે. આ દરમિયાન 42 પુરાવાઓમાં i-20 કારના બન્ને ટાયર ઉપરાંત ચેસિસ અને CNG સિલિન્ડરની સાથે-સાથે બોનેટ પાર્ટ્સ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તપાસ માટે ફોરેન્સિક ટીમે આ આશરે 42 ઇગ્ઝિબિટ્સના SWAB લીધા છે. આનાથી તપાસ બાદ જાણવા મળી શકે છે કે, ક્યા-કયા પ્રકારના હાઈ એક્સપ્લોઝિવનો ઉપયોગ થયો હતો.
સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ
દિલ્હીમાં થયેલ આ બ્લાસ્ટનો ખુલાસો ટૂંક જ સમયમાં ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે કરવામાં આવશે. જો કે, દિલ્હી પોલીસ દ્વારા બ્લાસ્ટ અંગેનો પ્રથમ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. બ્લાસ્ટ માટે વપરાયેલી કારની તપાસ એજન્સી દિલ્હીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે શોધ કરી રહી છે. જેથી જાણી શકાય કે, કાર બ્લાસ્ટ પહેલા દિલ્હીના કયા-ક્યા વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ક્યા-ક્યા રોકાઈ હતી.
મુજ્જામિલ અને ઉમર બન્ને બેચમેટ્સ
દિલ્હી બ્લાસ્ટના તાર ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલા ડોકટર મુજ્જામિલ અને ડોક્ટર ઉમરને લઈને પણ મોટો ખુલાસો થયો છે. મુજ્જામિલ અને ઉમર બન્ને એક જ વિસ્તારના હોવાનું કહેવાય છે. આટલું જ નહીં બન્ને કોલેજ દરમિયાન બેચમેટ્સ પણ રહ્યા હતા. દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ATS દ્વારા સતત દરોડ પાડવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, મુજ્જામિલ પુલવામાનો હોવાનું કહેવાય છે, જ્યારે એવી પણ શંકા છે કે, ડોક્ટર ઉમર કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોઈ શકે છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઉમર લગભગ ત્રણ કલાક સુધી પાર્કિંગમાં પોતાની કારમાં બેઠો હતો. તે બપોરે 3 વાગ્યા પછી પાર્કિંગમાં પ્રવેશ્યો અને બ્લાસ્ટના થોડા સમય પહેલા જ ત્યાંથી નીકળી ગયો. NIA હાલમાં સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














