કોણ છે દિલ્હી બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઈન્ડ? કોણે રચ્યો ખતરનાક પ્લાન, સામે આવ્યું હેન્ડલરનું નામ

Delhi Terror Blast: ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ અને દિલ્હી કાર બ્લાસ્ચ કેસમાં હેન્ડલર ઉકાસાનું નામ સામે આવ્યું છે. મુઝમ્મિલ ગનઈની પૂછપરછ દરમિયાન તુર્કીનું નામ પણ સામે આવ્યું છે.

કોણ છે દિલ્હી બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઈન્ડ? કોણે રચ્યો ખતરનાક પ્લાન, સામે આવ્યું હેન્ડલરનું નામ

Delhi Terror Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા આતંકવાદી હુમલો અને જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. દિલ્હી બ્લાસ્ટની તપાસમાં માસ્ટરમાઇન્ડ અબુ ઉકાસા (કોડ નામ)નું નામ સામે આવ્યું છે. જે હ્યુન્ડાઇ i20 કારમાં બ્લાસ્ટ થયો, તેનો ડ્રાઇવર મોહમ્મદ ઉમર તુર્કીની રાજધાની અંકારામાં ઉકાસાના સંપર્કમાં હતો. ઉકાસા મોહમ્મદ ઉમર અને મુઝમ્મિલ શકીલનો હેન્ડલર હોવાનું કહેવાય છે.

હેન્ડલરને મળવા તુર્કી ગયો હતો મુઝમ્મિલ
સુરક્ષા એજન્સીઓથી શંકા ન થાય તે માટે ડોક્ટર મુઝમ્મિલે કબૂલાત કરી કે, તેણે 2022માં તેના હેન્ડલરને મળવા માટે તુર્કી પસંદ કર્યું હતું. ત્યાં મુઝમ્મિલ અને ઉમરનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. અબુ ઉકાસા જૈશ-એ-મોહમ્મદનો એક કમાન્ડર છે અને મસૂદ અઝહરનો નજીકના સંબંધીઓમાંથી એક છે. શરૂઆતમાં આ હેન્ડલર સાથે વોટ્સએપ દ્વારા વાતચીત થઈ હતી, પરંતુ પછીથી SNS એપ દ્વારા બન્નેની વાતચીત થવાનું શરૂ થયું હતું, જેથી તેમની વાતચીત ક્યારેય લીક ન થાય અને એજન્સીઓને તેમના વિશે જાણ ન થાય.

Add Zee News as a Preferred Source

દિલ્હી વિસ્ફોટોના નામ અંગે તુર્કીનો ખુલાસો
ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ કેસમાં ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ ગનઈની પૂછપરછ દરમિયાન તુર્કીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, તુર્કીએ મીડિયા રિપોર્ટને ફગાવી દીધા છે. જેમાં તેમના પર ભારત સહિત અન્ય દેશોમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તુર્કીના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે કહ્યું કે, આતંકવાદી સંગઠનોને નાણાકીય, લોજિસ્ટિકલ અને રાજદ્વારી સમર્થન પૂરું પાડવાના તમામ દાવા ખોટા છે.

મસૂદ અઝહરના ગ્રુપ સાથે સાંઠગાંઠ
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ડોકટરોનો બનેલો આ હાઇબ્રિડ આતંકવાદી મોડ્યુલ બે ટેલિગ્રામ ગ્રુપ ઉમર બિન ખિતાબ અને ફરઝાન દારૂલ ઉલલૂમમાં સાથે જોડાયેલો હતો. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, આ ગ્રુપ જૈશ-એ-મોહમ્મદના હતા, કારણ કે તે ગ્રુપમાં જૈશ અને મૌલાના મસૂદ અઝહરના જૂના નિવેદનો, પત્રો અને જેહાદને ઉશ્કેરતા આતંકવાદ તરફી પોસ્ટ કરવામં આવતી હતી.

આતંકવાદી હુમલામાં વપરાયેલી ત્રણેય કાર જપ્ત
આ દરમિયાન, દિલ્હી આતંકવાદી હુમલામાં વપરાયેલી ત્રણેય કારને તપાસ એજન્સીઓએ જપ્ત કરી છે. આ હુમલા સાથે જોડાયેલી ત્રીજી કાર આજે અલ-ફલાહ યુનિવર્સિટીની અંદરથી મળી આવી હતી. આ કારના માલિક ડો. શાહીન સઈદ છે. બીજી લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર પોલીસે એક દિવસ પહેલા 12 નવેમ્બરના રોજ ફરીદાબાદના ખંડાવલી ગામથી જપ્ત કરી હતી. લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ ડો. ઉમર નબીના નામે નોંધાયેલ છે, જેમણે કથિત રીતે હ્યુન્ડાઇ i20 ચલાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news