ભારતીય CEO સાથે ડોનાલ્ડ ટ્રમ્પે યોજી બેઠક, અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ

ટ્રમ્પે ઉદ્યોગ જગતની હસ્તિઓ સાથે વાતચીતમાં કહ્યું, 'અહીં હોવું એક સન્માનની વાત છે. તમારી પાસે ખુબ ખાસ એક વડાપ્રધાન છે, તે ખરેખર જાણે છે કે તે શું કરી રહ્યાં છે. તેઓ કડક વ્યક્તિ છે. 

Updated By: Feb 25, 2020, 05:20 PM IST
 ભારતીય CEO સાથે ડોનાલ્ડ ટ્રમ્પે યોજી બેઠક, અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં થયેલું શાનદાર સ્વાગત જોઈને તેઓ ચોંકી ગયા છે. તેમણે ક્યારેય વિચાર્યું નહતું કે આવું સ્વાગત થશે. ટ્રમ્પે કહ્યું કે, ભારત-અમેરિકા વચ્ચે પહેલા આવી મિત્રતા ક્યારેય નહતી. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી સ્થિત પોતાના દૂતાવાસમાં ભારતીય ઉદ્યોગપતિઓની સાથે વાતચીત કરી હતી. આ તકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ હાજર હતા. આ દરમિયાન ટ્રમ્પે ભારતીય કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. 

ટ્રમ્પે ઉદ્યોગ જગતની હસ્તિઓ સાથે વાતચીતમાં કહ્યું, 'અહીં હોવું એક સન્માનની વાત છે. તમારી પાસે ખુબ ખાસ એક વડાપ્રધાન છે, તે ખરેખર જાણે છે કે તે શું કરી રહ્યાં છે. તેઓ કડક વ્યક્તિ છે. તેમણે શાનદાર કામ કર્યું છે. અમે એક સાથે મળીને કામ કરીએ છીએ.'

આ સિવાય કોરોના વાયરસના પ્રકોપને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, 'મેં રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે વાત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ચીન જલદી આ જીવલેણ વાયરસ પર કાબૂ મેળવી લેશે.' ટ્રમ્પે કહ્યું કે, બધા દેશ મળીને કોરોના વાયરસ સામે લડશે. 

ભારતના પ્રવાસના બીજા દિવસે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સાથે મળીને લડીશું.

ભારત-અમેરિકા વચ્ચે 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ,  ટ્રેડ ડીલ પર શરૂ થશે વાત

ભારતના પ્રવાસ પર આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ ભારતની સાથે ત્રણ અબજ ડોલરના રક્ષા કરાર પર સહી કરી છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક બાદ આયોજીત સંયુક્ત પત્રકાર પરિષદ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારત અને અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સાથે આગળ વધશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

જુઓ LIVE TV