ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ

દિલ્હી (Delhi)  એનસીઆર (NCR) સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 70થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે નવી દિલ્હીથી 30 ટ્રેનો  (Train late) મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ફક્ત CAT III B (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) Compliant પાઈલટ ઉતરણ કરી શકે છે.  દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 
ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ

નવી દિલ્હી: દિલ્હી (Delhi)  એનસીઆર (NCR) સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 70થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે નવી દિલ્હીથી 30 ટ્રેનો  (Train late) મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ફક્ત CAT III B (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) Compliant પાઈલટ ઉતરણ કરી શકે છે.  દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

— ANI (@ANI) December 30, 2019

3 ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ફ્લાઈટ કેન્સલ કરાઈ નથી. મુસાફરોને સલાહ અપાઈ છે કે તાજા જાણકારી માટે એરલાન્સ સાથે સંપર્કમાં રહો. 

આ ટ્રેનો છે લેટ...
1. ચેન્નાઈ- નવી દિલ્હી જીટી એક્સપ્રેસ
2. કાનપુર-નવી દિલ્હી શ્રમ શક્તિ એક્સપ્રેસ
3. અલાહાબાદ-નવી દિલ્હી પ્રયાગરાજ (એક કલાક લેટ)
4. મઉ-આનંદ વિહાર એક્સપ્રેસ
5. કટિહાર-અમૃતસર એક્સપ્રેસ
6. માલદા-દિલ્હી ફરક્કા એક્સપ્રેસ
7. પુરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ
8. ગયા-નવી દિલ્હી એક્સપ્રેસ (2 કલાક લેટ)
9. દરભંગા-નવી દિલ્હી સંપર્ક ક્રાંતિ લેટ
10. ગોરખપુર-ભિવાની ગોરખધામ એક્સપ્રેસ
11. અલાહાબાદ-નવી દિલ્હી એક્સપ્રેસ
12. રીવા-આનંદ વિહાર એક્સપ્રેસ
13. હાવડા-નવી દિલ્હી એક્સપ્રેસ
14. રાજેન્દ્રનગર- નવી દિલ્હી  રાજધાની એક્સપ્રેસ
15. ભાગલપુર-નવી દિલ્હી ટ્રેન
16. પટણા-નવી દિલ્હી  સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ
17. ભુવનેશ્વર-નવી દિલ્હી એક્સપ્રેસ
18. સિંગરોલી-નિઝામુદ્દીન સુપરફાસ્ટ
19. કોટા-નિઝામુદ્દીન એક્સપ્રેસ
20. હૈદરાબાદ-નિઝામુદ્દીન એક્સપ્રેસ
21. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ
22. આંબેડકરનગર-કટરા માલવા એક્સપ્રેસ
23. જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ
24. યશવંતપુર-દિલ્હી દુરંતો એક્સપ્રેસ
25. યશવંતપુર-ચંડીગઢ એક્સપ્રેસ
26. બાંદ્રા-કટરા સ્વરાજ એક્સપ્રેસ (એક કલાક લેટ)
27. બેંગ્લુરુ-નિઝામુદ્દીન એક્સપ્રેસ લેટ

 દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે હાલ ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી પડી રહી છે. રવિવારે દિલ્હીના લોધી રોડમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ, પાલમમાં 3.2 ડિગ્રી અને સફદરજંગમાં 3.4 ડિગ્રી તાપમાન નોંધાયેલું. જે શનિવારથી એક ડિગ્રી વધુ હતું. 

જો કે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લોકોને કડકડતી ઠંડીથી નવા વર્ષની પૂર્વસંધ્યાની આસપાસ રાહત મળવાની આશા છે. સ્કાઈમેટ વેધરના હવામાન વૈજ્ઞાનિકોએ પોતાના અનુમાનમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના દિવસ અને રાતના તાપમાનમાં ધીરે ધીરે વધવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news