દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે

કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ  પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે.

Updated By: Jun 12, 2021, 01:11 PM IST
દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર એકવાર ભાજપ (BJP) એ હુમલો કર્યો છે. ભાજપના સોશિયલ મીડિયા વિંગના પ્રભારી અમિત માલવીયએ એક ઓડિયો જાહેર કર્યો જેમાં દિગ્વિજય સિંહે કથિત રીતે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 (Article 370) ફરીથી લાગૂ કરવા પર વિચાર કરવામાં આવશે. 

આ વીડિયો એક ક્લબ હાઉસ ચેટનો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટમાં એક પાકિસ્તાની પત્રકાર પણ હાજર હતો. 

ક્લબ હાઉસ ચેટનો વાયરલ વીડિયો
ભાજપ નેતા અમિત માલવીયએ ક્લબ હાઉસ ચેટનો એક ભાગ ટ્વિટર પર શેર કરતાં લખ્યું, 'ક્લબ હાઉસ ચેટમાં રાહુલ ગાંધીના વરિષ્ઠ સહયોગી દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે તો તે આર્ટિકલ 370ને નાબૂદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ખરેખર? આ તો પાકિસ્તાન ઇચ્છે છે.'

'કાશ્મીરને પચાવી પાડવામાં પાકિસ્તાનની મદદ કરશે કોંગ્રેસ'
કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ  પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે. કોંગ્રેસ કાશ્મીરને પચાવી પાડવામાં પાકિસ્તાનની મદદ કરશે.'

કોંગ્રેસ રાષ્ટ્રવિરોધીઓની ક્લબ હાઉસ'
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જ્યારે પાકિસ્તાના પત્રકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે દિગ્વિજય સિંહે મોદીને છુટકારો મેળવવા અને કાશ્મીર નીતિ પર કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો તે કલમ 370 પર પુનર્વિચાર કરશે. તેમણે હિંદુ કટ્ટરપંથીનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ રાષ્ટ્રવિરોધીઓની ક્લબ હાઉસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube