નવી દિલ્હી : લાભનાં પદ મુદ્દે આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોનાં સભ્ય પદ પર લટકેલી તલવાર વચ્ચે વિપક્ષ AAPનાં સમર્થનમાં એકત્ર થતા જોવા મળી રહ્યા છે. પહેલા તૃણમુલ કોંગ્રેસ, ત્યાર બાદ CPIMનાં સમર્થન બાદ હવે શરદ યાદવે AAPનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે અને ચૂંટણી પંચનાં નિર્ણયને બિનલોકશાહી ગણાવ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે શિવસેનાનાં સંજય રાઉતે કહ્યું કે, ચૂંટણી પંચનાં નિર્ણયો સવાલોનાં ઘેરામાં છે. એવા નિર્ણયો લેવા અંગે ચૂંટણી પંચનાં સવાલ થવા સામાન્ય છે. તેનાં માટે પંચ પોતે જવાબદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ યાદવે ટ્વીટ કર્યું કે, આપ ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરવું તે બિનલોકતાંત્રિક છે, કારણ કે તેમનો પક્ષ સાંભળવામાં જ નથી આવ્યો, જે ન્યાયની વિરુદ્ધ છે. હાલનાં દિવસોમાં દેશની સંવૈધાનિક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોને અપીલ છે કે, તેઓ આ અંગે ગહનતાથી વિચાર કરે, દેશનું ભવિષ્ય કોનાં હાથમાં સુરક્ષીત છે તે અંગે વચારણા કરે.


માકપાનાં વૃંદા કરાતે કહ્યું કે, આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોનાં સભ્યપદ વિરુદ્ધ ચુંટણી પંચનો નિર્ણય બિનલોકશાહીક છે. તેનાંથી સ્વાયત, સ્વતંત્ર અને નિષ્પક્ષ સંસ્થા તરીકે ચૂંટણી પંચની વિશ્વસનીયતા નહી વધે. કરાતે કહ્યું કે, અમે ચૂંટણી પંચનાં આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ.


માકપા તરફથી કહેવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીનાં 20 ધારાસભ્યોને લાભના પદ મુદ્દે પં જાહેર કરવાની ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવેલી ભલામણ દુર્ભાગ્યપુર્ણ છે. ગુજરાત ચૂંટણી જાહેરાતમાં સમય લગાવવામાં આવી લાભનાં પદ અંગે આપનાં ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય વગેરે શંકાના ઘેરામાં આવે છે. આ લોકશાહી માટે ખતરાની ઘંટી છે. 
 


તૃણમુલ કોંગ્રેસનું આપને સમર્થન
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજનીતિક બદલા માટે સંવૈધાનિક સંસ્થાનો ઉપયોગ કરવામાં આવે તે યોગ્ય નથી. મમતાએ કહ્યુ કે, દુર્ભાગ્યપુર્ણ છે કે, ધારાસભ્યોને ચૂંટણી પંચે અયોગ્ય જાહેર કર્યા અને પોતાનો પક્ષ મુકવાનું પણ યોગ્ય સમજ્યું નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, એવા સમયમાં તેમની પાર્ટી આપ તથા કેજરીવાલની પડખે હંમેશા માટે ઉભી છે.