આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી

એકબાજુ રિયા સતત ના પાડે છે કે તે ડ્રગ્સ લેતી જ નથી પણ આ વીડિયોએ તેનો ભાંડો ફોડ્યો. સુશાંતને તેણે જ ડ્રગ્સની જાળમાં ફસાવ્યો તેવી શંકા પ્રબળ બની રહી છે. 

Updated By: Sep 11, 2020, 09:26 AM IST
આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી

નવી દિલ્હી: ડીએનએમાં સુશાંત સિંહ રાજપૂતના સતત એવા વીડિયોઝ બતાવવામાં આવી રહ્યાં છે જેને તમે પહેલા ક્યારેય જોયા નહીં હોય. હવે તમને એક એવો વીડિયો બતાવીએ છીએ જેને જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત તેમના મિત્રો સાથે જોવા મળે છે. આ બે નવા પ્રાઈવેટ વીડિયો અનેક મુદ્દે પોલ ખોલનારા છે. 

રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ

આ એક એવો વીડિયો છે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી ડ્રગ્સની વાત કરે છે. ઘરમાં પાર્ટીનો માહોલ છે. જેમાં બંને ડ્રગ્સ લેતા જોવા મળે છે. આ વીડિયો ખુબ મહત્વનો છે કારણ કે રિયા ચક્રવર્તી અત્યાર સુધી એવું કહેતી આવી છે કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધુ જ નથી. આજે મુંબઇ કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી છે. રિયાએ પોતાની અરજીમાં પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યાં છે. પરંતુ આ વીડિયો જોઈને તમે સમજી જશો કે રિયા ચક્રવર્તી હળાહળ જૂઠ્ઠુ બોલે છે. 

આ વીડિયો 2 મિનિટ અને 54 સેકન્ડનો છે. અહીં અમે તમને અપીલ કરવા માંગીએ છીએ કે ડ્રગ્સ અને ધુમ્રપાન એ આરોગ્ય માટે હાનિકારક છે. આથી તમે હંમેશા તેનાથી દૂર રહો. 

જુઓ સુશાંતનો પહેલો વીડિયો...

તમે સાંભળી શકો છો કે વીડિયો બનાવનારી વ્યક્તિ પૂછે છે કે આ ચરસ નથી? જેના પર સુશાંત સિંહ રાજપૂત કહે છે કે આ VFX છે. VFXનો અર્થ છે વિજ્યુઅલ ઈફેક્ટ્સ (Visual Effects). કોઈ વીડિયોમાં જ્યારે સ્પેશિયલ ઈફેક્ટ્સ લગાવવામાં આવે છે ત્યારે તેને VFX કહે છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટેક્નિકલ ભાષા છે. જેને હંમેશા લોકો વાતચીતમાં ઉપયોગમાં લે છે. આ વીડિયો જોઈને એવું લાગે છે કે સુશાંત સિંહ રાજપૂત કહે છે કે તેમને આ નશો કરવાથી VFX જેવી સ્પેશિયલ ઈફેક્ટ્સ મહેસૂસ થાય છે. જેના પર રિયા કહે છે કે આ રોલ સિગરેટ છે. ખબર નથી કે આ વીડિયો કોણ બનાવી રહ્યું છે. જો કે વીડિયોમાં થઈ રહેલી વાતચીતમાં તે પણ સામેલ છે. 

સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો

બીજા વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત એક ભજન ગાય છે. નશાની અસર થયા બાદ સુશાંત સિંહ રાજપૂત અને તેના સાથીઓએ ભજન ગાવાનું શરૂ કરી દીધુ. સુશાંત એક સારો ગાયક પણ હતો. તે અનેક વખત ગાતો જોવા મળ્યો છે. તે ભગવાન શિવનો ભક્ત હતો. અનેક વીડિયોમાં જોયું છે કે તે ભજન ગાય છે. નશો કર્યા બાદ કોઈ માણસ એક ખાસ અવસ્થામાં પહોંચી જાય છે જેને મેડિકલ ભાષામાં Hallucination કહે છે. તે સમયે વ્યક્તિ એક કાલ્પનિક દુનિયામાં હોય છે જેમાં તેને એ જ ચીજ દેખાય છે જે વાસ્તવમાં હોતી નથી. 

સુશાંતનો બીજો વીડિયો....

આ વીડિયોથી જે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે તે એ છે કે સુશાંત સિંહ રાજપૂતની સમસ્યા ખરેખર ડિપ્રેશન હતી કે પછી તેને ડ્રગ્સ આપીને આ હાલતમાં પહોંચાડી દેવાયો હતો?

સુશાંતને ભજન ગાવા ગમતા હતાં
સુશાંતની બહેને પણ તેનો ભજન ગાતો એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં તે સામાન્ય જોવા મળ્યો હતો. પરંતુ અહીં સુશાંતના હાથમાં સિગરેટ છેઅને તે કોઈ ડ્રગ એડિક્ટની જેમ જોવા મળી રહ્યો છે. 

છેલ્લા બે દિવસમાં અમે સુશાંત અને રિયાના કેટલાક એક્સક્લુઝિવ વીડિયોઝ તમને દેખાડ્યા છે. ત્યારબાદ આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ વીડિયોઝ સામે આવ્યાં બાદ હવે સીધી રીતે રિયા ચક્રવર્તી પર સવાલ ઉભા થયા છે કે તે સુશાંત સિંહ રાજપૂતને ડિપ્રેશનની દવાઓ સાથે ડ્રગ્સ કેમ આપતી હતી. આ નવા વીડિયો બાદ હવે રિયા ચક્રવર્તીએ જણાવવું પડશે કે જામીન મેળવવા માટે તેણે પોતે ડ્રગ્સ લેતી નથી એવું ખોટું કેમ કહ્યું? પોતાની જામીન અરજીમાં પણ રિયાએ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યાં છે. 

અનેક પ્રતિક્રિયાઓ
સુશાંત સિંહ રાજપૂતના આ પ્રાઈવેટ વીડિયો પર અમને અનેક પ્રતિક્રિયાઓ મળી છે. જેમાં કેટલાક લોકો નારાજ પણ છે. તેમને લાગે છે કે અમે જે વીડિયો દેખાડ્યા છે તેનાથી રિયાને મદદ મળશે. કેટલાકને એમ પણ લાગે છે કે સુશાંતના પ્રાઈવેટ પળોના વીડિયો દેખાડવા યોગ્ય નથી. નારાજગી સમજી શકાય છે. કારણ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્યાંકને ક્યાંક કોઈની ભાવના જોડાયેલી છે. લોકો ઈચ્છે છે કે આ કેસમાં ન્યાય થાય અને તે લોકોને સજા મળે જે લોકો સુશાંત સિંહ રાજપૂત જેવા પ્રતિભાશાળી અભિનેતાની આવી હાલત માટે જવાબદાર છે. અમે પણ એ જ ઈચ્છીએ છીએ. 

મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

સુશાંત સિંહ રાજપૂત મામલે ZEE NEWSએ શરૂઆતથી જવાબદારીવાળું રિપોર્ટિંગ કર્યું છે. કારણ કે અમારા માટે આ માત્ર ન્યાયનો જ મામલો નથી કે સનસની ફેલાવીને ટીઆરપી મેળવવાનો. અમે તમને 3 એવી વાત યાદ અપાવવા માંગીએ છીએ કે જેનાથી તમે સમજી જશો કે સુશાંત સિંહ મામલે ZEE NEWSનું શું સ્ટેન્ડ છે. 

પહેલી વાત...એ ન ભૂલવું જોઈએ કે અમે જ રિયા ચક્રવર્તીના ઈન્ટરવ્યુ લેવાની અને દેખાડવાની ના પાડી દીધી હતી. રિયાના વકીલોએ અમારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે અમે તેમના પક્ષમાં ખબર દેખાડીશું તો તેઓ રિયા ચક્રવર્તીનો ઈન્ટરવ્યુ સૌથી પહેલા અમને અપાવી શકે છે. પરંતુ અમે ના પાડી. કારણ કે ડ્રગ્સના કેસમાં એક શંકાસ્પદ આરોપીને મંચ આપવું એ પત્રકારત્વના અમારા ઊંચા આદર્શોની વિરુદ્ધ છે. 

બીજી વાત...સુશાંતના તમામ પ્રાઈવેટ વીડિયો અમે રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ દેખાડ્યાં. જે અમારી પાસે પહેલેથી હતાં. પરંતુ અમે તે ન દેખાડ્યા કારણકે અમને ખબર હતી કે તેના વકીલ તેનો ફાયદો ઉઠાવી શકે છે. 

ત્રીજી વાત...ZEE NEWS પર અમે સતત માગણી કરીએ છીએ કે રિયા ચક્રવર્તીની ધરપકડ થવી જોઈએ અને અમે 24 કલાક પહેલા જ બતાવી દીધુ તું કે રિયાની ધરપકડ ક્યારે થશે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube