ગણપતિ બાપ્પા મોરયામાં ''મોરયા'' શબ્દ પાછળની અદભૂત ગાથા, જાણો શબ્દનો શું છે અર્થ

ગણ શબ્દનો અર્થ સમૂહ થાય છે. અને ગણના પતિ એટલે ગણપતિ. બપ્પાનો અર્થ છે પિતા. પરંતુ મોરયા શું છે? મોરયા શબદનો અર્થ છે પૂજા. પરંતુ ગણપતિ બાપ્પા મોરયા શબદમાં મોરયાનો અર્થ કંઇક અલગ છે.

ગણપતિ બાપ્પા મોરયામાં ''મોરયા'' શબ્દ પાછળની અદભૂત ગાથા, જાણો શબ્દનો શું છે અર્થ

વેબ ડેસ્ક: ગણ શબ્દનો અર્થ સમૂહ થાય છે. અને ગણના પતિ એટલે ગણપતિ. બપ્પાનો અર્થ છે પિતા. પરંતુ મોરયા શું છે? મોરયા શબદનો અર્થ છે પૂજા. પરંતુ ગણપતિ બાપ્પા મોરયા શબદમાં મોરયાનો અર્થ કંઇક અલગ છે. તેની પાછળ એક કથા છે. મોરયા સ્વામીનો જન્મ મોરગાંવ (ગણપતિ, અષ્ટવિનાયકોમાંથી એક)માં થયો હતો, તેમના પિતા વામનભટ્ટ અને માતા પાર્વતીબાઇ કર્ણાટકથી હતા. તેમને કોઇ સંતાન ન હતું એટલે તે તીર્થ યાત્રા પર નિકળી ગયા અને કનહાં નદીના તટ પર સ્થાઇ થયા. 

તેમણે ત્યાંના લોકોને કહ્યું કે જે લોકો મોરેશ્વરની તપસ્યા કરશે, તેમની મનોકામના પુરી થશે. અને વામનભટ્ટે પુત્ર પ્રાપ્તિ માટે 18 વર્ષ સુધી તપસ્યા કરી અને ભગવાન મયૂરેશ્વર તેમના સપનામાં આવ્યા અને કહ્યું કે તમારી મનોકામના પૂર્ણ નહી થાય, એટલે તેમણે 3 વર્ષ વર્ષ માટે ફરીથી તેમણે તે સ્થાન પર તપસ્યા કરી અને 18 વર્ષ બાદ ભગવાન મોરેશ્વર તેમના સપનામાં આવ્યા અને અખ્યું કે હું સ્વયં તમારા ત્યાં પુત્રના સ્વરૂપમાં જન્મ લઇશ. 

અને પછી 1375માં મદય સૂદના ચોથના દિવસે બપોરે, પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેને મોરયા નામ આપવામાં આવ્યું. અને બે વર્ષ માટે આ બાળક કંઇ બોલી શક્યું નહી અને પછી એક મહર્ષિ ત્યાં આવ્યા અને તે બાળકના શરીરને સ્પર્શ કર્યો અને પછી બાળકએ કહ્યું ''ઓમ ગણ તેના ગણપતિ હવમહ'' તેમના માતા-પિતા ખુશ થઇ ગયા. 

અને 186 વર્ષની ઉંમરમાં માગસર વદ-3ના દિવસે, મોરયા ગોસાવીએ સમાધિ લીધી અને હજારો ભક્ત હજુ પણ મોરયા ગોસાવીને શ્રદ્ધાંજલિ આપવા માટે પૂના નજીક 'ચિંચવડ'' જાય છે, અને ત્યાંથી ''મોરયા'' શબ્દ પ્રસિદ્ધ થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news